તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 30th June 2025
મોરબીની પીપળીયા ચોકડી નજીક શ્રમિક પરિવારની સગીરા સાથે દુષ્કર્મ.
દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો: આરોપી વિકાસ દાવરને પકડવા માટે ચક્રો ગતિમાન

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના નવલખી હાઇવે ઉપર પીપળીયા ચોકડી નજીક આવેલ કારખાનામાં રહીને મજૂરી કામ કરતાં એમપીના પરિવારની સગીરવયની દીકરી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ.જેથી ભોગ બનેલ સગીરા દ્વારા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.જેના આધારે પોલીસે ગુનો નોંધી દુષ્કર્મ કરનાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના પીપળીયા ચોકડી નજીક આવેલ એક કારખાનામાં સાથે મજૂરી કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની એવા મજુર પરિવારની સગરવયની દીકરીની ઉપર ગત તા.૧૫-૧૨-૨૪ થી ૨૨-૧૨-૨૪ દરમિયાન રાત્રિના ૧૦ થી ૧૨ દરમિયાન દુષ્કર્મ આચરવામાં આવેલ હતું.બાદમાં ભોગ બનેલ પરિવાર મધ્યપ્રદેશ ગયો હતો અને ત્યાં ઉપરોક્ત વાતની પરિવારને જાણ થતા ત્યાં એમપી ખાતે સગીરા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જે ફરીયાદ તાલુકા પોલીસ મથક ખાતે આવતા હાલમાં સગીરા તરફથી આરોપી તરીકે વિકાસ કિશન દાવર ( રહે.પીપળીયા ચોકડી નજીક કારખાનામાં તા.મોરબી મૂળ રહે.અલીરાજપુર મધ્યપ્રદેશ) ની સામે ફરિયાદ નોંધાવેલ હોવાથી મોરબી તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ દ્વારા દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી વિકાસ દાવરને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.
(12:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
