તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 30th June 2025
મોરબીના આમરણ નજીક ટેન્કર ચાલકે બાઈકને હડફેટે લેતા એકનું મૃત્યુ.
અકસ્માતમાં નૂરમામદભાઈ દાઉદભાઈને સામાન્ય ઇજાઓ થઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી - આમરણ હાઈવે ઉપર ગત તા. 10 જુનના રોજ આમરણ ગામ નજીક મેલડી માતાજીના મંદિર પાસે જીજે -12 - બીવાય - 6368 નંબરના ટાટા ટેન્કર ચાલકે પુરપાટ ઝડપે પોતાનું ટેન્કર ચલાવી જીજે- 10 - બીકે -8376 નંબરના બાઈકને પાછળથી હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં નૂરમામદભાઈ દાઉદભાઈને સામાન્ય ઇજાઓ થઈ હતી. જ્યારે બાબુભાઈ દેવાભાઈ ખીટ ( રહે.આમરણ વાળા) ને ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે લાખાભાઈ બાબુભાઈ ખીટે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
