<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

ગેરકાયદે લાકડા કાપતા અટકાવતા ઉપસરપંચ સહિત બે ને માર માર્યોઃ મોટી મારડ ગામ બેમુદતી બંધઃ ગ્રામજનોમાં રોષ

 

ધોરાજી તા. ૩૦:  મોટી મારડ ગામનાં ચિખલીયા રોડ પર ઘણા સમયથી ગેરકાયદેસર રીતે લાકડાં કાપતાં હોય તેવી સ્‍થાનિક ખેડૂત દ્વારા ફરીયાદ અને ટેલિફોનીક જાણ ઉપ સરપંચ જગદીશભાઈ અધડુક ને કરવામાં આવેલ અને ત્‍યાં તાત્‍કાલિક ઘટના સ્‍થળે દોડી ગયા અને ત્‍યાં ગેરકાયદેસર લાકડાં કાપતાં વ્‍યક્‍તિ ડફેર જુમ્‍માભાઈ કરી ને વ્‍યક્‍તિ સાથે આ ગાંડા બાવળ ન કાપવા બાબત લઈને માથાકુટ થઇ ત્‍યાં ચાલુ સદસ્‍ય ના પતિ પરેશભાઈ વાછાણી પણ પહોંચ્‍યા હતા અને લાકડીઓ વડે ડફેર જુમ્‍માભાઈ તેમનો છોકરો અને અન્‍ય શખ્‍સો એ હૂમલો કરવામાં આવ્‍યો.

આ બન્‍નેને માર મારતાં ઈજાગ્રસ્‍ત હાલતમાં મોટી મારડ ની હોસ્‍પિટલ માં દાખલ કરવામાં આવ્‍યા અને બન્‍નેને ગંભીર ઈજા પહોંચી હતી તેથી જુનાગઢ હોસ્‍પિટલમાં રીફર કરાયાં હતા. આ ઘટના ને લઈને ટોળેટોળાં ઉમટી પડયા હતાં અને મોટી મારડ ગામ સ્‍વયંભુ બંધ કરવામાં આવેલ આવાં માથાભારે શખ્‍સ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.મોટી મારડ ગામમાં ઘણા સમયથી ગાંડા બાવળ કે અન્‍ય લાકડાં કપાતાં હોય અને ગ્રામજનોનાં આગેવાનો ગેરકાયદેસર લાકડાં કાપી રહેલા શખ્‍સો ને રોકવામાં આવે તો મારવામાં આવે છે તો તંત્ર પર પણ સવાલ ઉભા થાય કાયદો વ્‍યવસ્‍થા અને ફોરેસ્‍ટ વિભાગ નો ડર ન હોય તેવું લાગી રહ્યું છે આ ઘટના ને લઈને રોષ જોવા મળેલ અને જવાબદારો ને પકડી ને કાયદા નું ભાન કરવામાં આવે એવી માંગ ઈજાગ્રસ્‍તોની માંગ છે. (તસ્‍વીરઃ કિશોર રાઠોડ)

(10:43 AM IST)