News of Monday, 30th June 2025
મહુવા પંથકમાં બપોર બાદ એકાદ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો : નેસવડ ચોકડીએ ગોઠણડૂબ પાણી ભરાયાં
મહુવા શહેર ઉપરાંતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના કુંભણ, કોજળી, કાળેલા, ઉમણિયાવદર, રૂપાવટી, જાદરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો

(રહીમ વસાયા દ્વારા ) મહુવા : મહુવા પંથકમાં આજે બપોર બાદ એકાદ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો આ વરસાદ મહુવા શહેર ઉપરાંતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના કુંભણ, કોજળી, કાળેલા, ઉમણિયાવદર, રૂપાવટી, જાદરા, ભાદરા, માળવાવ, દાઠા, દેવળીયા, સથરા, વાધનગર, ભાદ્રોડ, તાવેડા, કંટાસર, ખાટસુરા, તલગાજરડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં થોડો જાજો વરસાદ વરસ્યો હોવાના ના વાવડ મળી રહ્યા છે
વરસાદ ના પગલે મહુવા શહેરના ભાદ્રોડગેઈટ, રાજાણી નગર, ગાર્ડન રોડ સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી પાણી થઇ ગયા હતા, નેસવડ ચોકડીએ ગોઠણડૂબ પાણી ભરાયાં હતાં રાહદારીઓ ને હલનચલનમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તેવું રહીમ આર વસાયાએ જણાવાયું છે
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
