<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

ગોંડલની ટ્રાફીક સમસ્‍યા ટૂંક સમયમાં હલ થઇ જશેઃ પી.આઇ. ગોહિલ જયસ્‍વાલ ન્‍યુઝ એજન્‍સીની મુલાકાતે

ગોંડલ : શહેરની ટ્રાફીક સમસ્‍યા ટૂંક સમયમાં હલ કરાશે તેમ ગોંડલ સીટી એ ડીવીઝન પી.આઇ. એલ. આર. ગોહિલે જણાવ્‍યું હતું. સીટી પી.આઇ. ગોહિલે તાજેતરમાં અકિલાના પ્રતિનિધિ-એજન્‍ટ જયસ્‍વાલ ન્‍યુઝ એજન્‍સીની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. તેમણે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે, ગોંડલની ટ્રાફીક સમસ્‍યાનો ટૂંક સમયમાં જ અંત લાવવામાં આવશે. આ મુલાકાત વેળાએ પત્રકાર ગૌરાંગ મહેતા, જયમીત જયસ્‍વાલ, સાગર કાચા, સાંકેત પટેલ, ધ્રુવ કાછડીયા, અને આર્ય સમાજ પ્રમુખ રૂષભરાજ પરમાર ઉપસ્‍થિત રહ્યા હતાં.

(9:42 AM IST)