<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

મોરબીના રવાપર રોડ પર પાણી ભરાયેલા ખાડામાં કાર ફસાઈ

મોરબી :.. રવાપર રોડ પર પાણીમોરબીમાં વરસાદ પડતાં જ ઠેર ઠેર ખાડાઓમાં પાણી ભરાય રહેવાની સમસ્‍યા સામે આવી રહી છે. આ ખાડામાં અનેક વખત નાના-મોટા અકસ્‍માતો પણ સર્જાતા હોય છે. ત્‍યારે  રવાપર રોડ પર HDFC  બેંક વાળી શેરીમાં ઘનશ્‍યામ ડેરીની બાજુમાં એક કાર પાણી ભરેલા ખાડામાં ફસાઈ હતી. રસ્‍તાની બાજુમાં પાણી ભરાઈ રહેતું હોય ત્‍યાંથી પસાર થતી કારનું એક ટાયર ખાડામાં ફસાઈ ગયું હતું. જો કે મહામહેનતથી કારને બહાર કાઢી હતી.

(12:26 PM IST)