<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

ભુજ-રાજકોટ ટ્રેન એકાએક બંધ થતાં પ્રવાસીઓને રેલવે સ્ટેશને ધરમના ધક્કા

કચ્છનો સૌરાષ્ટ્ર સાથેનો ટ્રેન વ્યવહાર છીનવાયો : ટ્રેન પુનઃ ચાલુ કરીને દ્વારકા સુધી ટ્રેન લંબાવાય તો સ્થાનિક પ્રવાસીઓ ઉપરાંત પ્રવાસન માટે લાભદાયી

(ભુજ) પૂરતા આયોજન અને સમયના અભ્યાસ વગર શરૂ કરાયેલ ભુજ રાજકોટ ટ્રેન ટૂંક સમયમાં જ એકાએક બંધ કરી દેવાઈ છે. છેલ્લા બે ત્રણ દિવસથી પ્રવાસીઓ રેલવે સ્ટેશને પહોંચે છે ત્યારે ખબર પડે છે કે ટ્રેન બંધ છે. 

             સૌરાષ્ટ્ર સાથે કચ્છને જોડતો રેલવે વ્યવહાર બંધ કરી દેવાતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જો, કચ્છથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોને જોડતી એસટી અને ખાનગી ટ્રાવેલ્સની બસો પ્રવાસીઓથી ભરચક્ક રહેતી હોય તો રેલવે કેમ કહે કે પ્રવાસીઓ ઓછા છે? ટ્રેનને રાજકોટ ભુજ વચ્ચે લાગતા વધુ સમય ઉપરાંત અવરજવરના સમયનુ યોગ્ય ટાઈમટેબલ ગોઠવવું જરૂરી છે.

         વળી આ ટ્રેનને દ્વારકા સુધી લંબાવવા માંગ થઈ રહી છે. સ્થાનિક ઉપરાંત પ્રવાસન માટે પણ ભુજ રાજકોટ દ્વારકા સુધી ટ્રેન વ્યવહાર થાય તો પ્રવાસીઓની અવરજવર વધે. 

       રેલવે પ્રશાસન અને સૌરાષ્ટ્ર કચ્છના ચૂંટાયેલા પ્રજાકીય પ્રતિનિધિઓ રેલવે વ્યવહાર ફરી ચાલુ કરાવવા જાગૃત બને એવી લોકોની માંગ છે.

(9:26 AM IST)