<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

આજે કચ્છમાં મહિલા નેશનલ હેન્ડબોલ ફાઈનલમાં ગુજરાતની પંજાબ સાથે ટક્કર : સેમિફાઈનલમાં હરિયાણા-દિલ્હી બહાર

સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ,જિલ્લાના અધિકારીઓ સહિતનાની ઉપસ્થિતીમાં વિજેતા સહિતના ખેલાડીઓને ટ્રોફી-ઇનામો આપવા સાથે રંગારંગ સમાપન સમારોહ યોજાશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ :  ગુજરાતમાં પ્રથમ વખત રમાઈ રહેલ સિનિયર હેન્ડબોલ મહિલાની રાષ્ટ્રીય સ્પર્ધાની ફાઇનલમાં ગુજરાત અને પંજાબની ટીમો પહોંચી છે આ સાથે ૨૫ રાજ્યો ટુર્નામેન્ટ માંથી બહાર થઈ ગયા છે  સેમિફાઇનલનો ટોસ કરતાં જિલ્લા શિક્ષણાધિકારીઓ સંજય પરમાર અને ભુપેન્દ્ર વાઘેલા એ કચ્છમાં શાળાકીય સ્પર્ધાઓમાં હેન્ડબોલને મજબૂત કરાશે એમ કહેતાં શુભેચ્છા આપી હતી. બંને અધિકારીઓનું આયોજકોએ સન્માન કર્યું હતું. સવારના સત્રમાં છ મેચો રમાઈ હતી જેમાં કાંટાની ટક્કર જોવા મળી હતી રાત્રે ૧૦ વાગ્યા સુધી જામેલી સ્પર્ધાએ રંગ જમાવ્યો હતો અંતે યજમાન ગુજરાત અને લડાયક પંજાબ ફાઇનલમાં પહોંચતાં ગુરુવારના સવારે કલાકે મુકાબલો થશે. સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ,જિલ્લાના અધિકારીઓ સહિતનાની ઉપસ્થિતીમાં વિજેતા સહિતના ખેલાડીઓને ટ્રોફી-ઇનામો આપવા સાથે રંગારંગ સમાપન સમારોહ યોજાશે.

(9:28 AM IST)