News of Thursday, 3rd July 2025
દ્વારકાના બે શખ્સો ચોરાઉ વાહન સાથે ઝબ્બેઃ ઉના, પોરબંદર, વેરાવળ સહિતની પાંચ ચોરી કબૂલી

ખંભાળીયા,તા.૦૩: દ્વારકા રૂપેણ બંદર ચેક પોસ્ટ નજીકથી મો.સી. નંગ-૨ સાથે પકડી પાડી મજકુર બંન્ને આરોપીની અન્યય ચોરી બાબતે પુછપરછ કરતા મજકુર ઈસમોએ તેના સાગરીતો સાથે મળી વરવાળા ઉર્ષમાંથી મો.સા.ની ચોરી કરેલ હોય તથા આશરે બે મહિના પહેલા પોરબંરના જ્યુબેલી વિસ્તારમાંથી એક્સેસની ચોરી કરેલ હોય તેમજ ચારેક મહીના પહેલા વેરાવળ નજીકજી બે મો.સા.ની ચોરી કરેલ હોય અને પાંચ મહીના પહેલા ઉના બસ સ્ટેશન નજીકની મો.સા.ની ચોરી કરેલ હોય, આમ મનકુર બંન્ને ઈસમો તેના સાગીરતો સાથે મળી અલગ અલગ જીલ્લામાંથી મો.સા.ની ચોરી કરતા હોય જેથી હકીકત આધારે મો.સમ. નંગ-૦૫ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૨૫,૦૦૦ના મુદામાલ સાથે પકડાયેલ આરોપી ફૈઝાન સાબાન ચૌહાણ(ઉ.વ.૨૧) રહે દ્વારકા નરસંગ ટેકરી, ઉમર સુલતાન મલીક (ઉ.વ.૨૦) રહે. દ્વારકા, રૂપેણ બંદર સામે કાર્યવાહી કરી કાળા કલરનું સુઝુકી કંપનીનું એક્સેસ જીજે-૨૫-એસી-૮૯૪૫ (૨) કાળા કલરની લાલ-બ્લુ પટ્ટા વાળુ હિરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ જીજે-૧૨-ઈજી-૭૮૦૦(૩) સિલ્વર કલરનું હિરો કંપનીનું સ્પ્લેન્ડર પ્રો જીજે-૧૧-એએલ-૪૬૦૧ (૪) કાળા કલરનું તથા લાલ તથા બ્લુ પટ્ટા વાળુ હિરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ જીજે-૧૧-એએચ-૪૭૧૫ (પ) કાળા કલરનું હિરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ કબ્જે કરેલ છે.
આ કાર્યવાહી એલ.સી.બી.પીઆઈ, કે.કે.ગોહિલ નાઓની સુચના મુજબ પીએસઆઈ બી.એમ.દેવમુરારી, વી.એન.સિંગરખીયા, એસ.વી.કાંબલિયા તથા એએસઆઈ અજુતભાઈ બારોટ, અરજણભાઈ મારૂ, બલભદ્રસિંહ ગોહીલ, દિનેશભાઈ માડમ એચસી પીઠાભાઈ ગોજીયા તથા ડ્રા.એચસી હસમુખભાઈ કટારા વગેરે નાઓ કરવામાં આવેલ છે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
