<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

કચ્છમાં ગાંધીધામ બાદ ભુજ અને મુન્દ્રામાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ : જુઓ વિડીયો

વરસાદનું જોર જોતા મુન્દ્રામાં વરસાદનો આંકડો વધે એવી શક્યતા:જિલ્લામાં અન્યત્ર વરસાદી માહોલ

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : કચ્છમાં ભારે વરસાદની આગાહી અને કલેક્ટર દ્વારા લોકોને સાવધ રહેવાની સૂચના આપી છે. એ વચ્ચે ગાંધીધામમાં સવા ત્રણ ઇંચ વરસાદ સાથે મેઘરાજાએ તડાફડી બોલાવ્યા બાદ હવે ભુજ અને મુન્દ્રામાં ધોધમાર વરસાદના સમાચાર છે. ભુજમાં દોઢ ઇંચ વરસાદ પડી ગયો છે. જ્યારે મુન્દ્રામાં રાત્રે તરફડી સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. દોઢ ઇંચથી વધુ પાણી પડી ગયું છે. વરસાદનું જોર જોતા મુન્દ્રામાં વરસાદનો આંકડો વધે એવી શક્યતા છે. જિલ્લામાં અન્યત્ર વરસાદી માહોલ વચ્ચે ઝરમર ઝરમર વરસાદ છે. (તસવીર: રાજ સંઘવી, મુન્દ્રા)

(11:23 PM IST)