<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

જોડીયામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો : સર્વત્ર પાણી પાણી : ખેડૂતોમાં ખુશીની લાગણી

જોડિયાના માનપર, બાલંભા, લખતર, ભાદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો

જામનગર જિલ્લાના જોડીયામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. જોડિયાના માનપર, બાલંભા, લખતર, ભાદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. 

જામનગર પંથકમાં ભારે વરસાદને પગલે રંગમતી ડેમ ફરી એક વખત પાણીથી છલોછલ ભરાયો છે. રંગમતી ડેમ છલોછલ ભરાવવાના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી છોડવામાં આવ્યું છે, જેને પગલે દરેડ પાસે આવેલા ખોડિયાર મંદિરમાં પાણી ઘુસ્યા છે. રંગમતી ડેમના દરવાજા ખોલવામાં આવતા ખોડિયાર મંદિરની ચારેબાજુ પાણી-પાણી જોવા મળી રહ્યું છે. 

 

(12:42 AM IST)