<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

પોરબંદરમાં વેરા વધારા પ્રશ્ને ભાજપની બેવડી નીતિ ?

મહાનગરપાલિકાની રચના પહેલા ભાજપ શાસિત નગરપાલિકામાં વેરા વધારાની દરખાસ્‍ત મંજુર કરી દેવામાં આવી હતીઃ આજે ભાજપના જિલ્લા પ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચેતનાબેન તથા આગેવાનો દ્વારા નવા વેરા પરત ખેંચવા મ્‍યુનિસિપલ કમિશનરશ્રીને આવેદન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૪: સ્‍થાનિક કક્ષાએ નવા વેરા સંબંધે ભાજપની બેવડી નીતિથી લોકોમાં રોષ વ્‍યાપી ગયો છે.

પોરબંદર મહાનગરપાલિકા બન્‍યા પહેલા ભાજપ શાસન નગરપાલિકામાં નવા વેરા તથા વેરા વધારાની દરખાસ્‍તને બહુમતીના જોરે મંજુરી કરીને પ્રજા ઉપર વેરાનું ભારણ વધારી દીધું હતું. વર્તમાનમાં ભાજપ જિલ્લા પ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચેતનાબેન તિવારી અને તેની સાથે ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા એ મહાનગરપાલિકાના કમિશનરશ્રીને આવેદન પત્ર પાઠવીને નવા પરત ખેચવાની માંગણી સાથે આવેદનપત્ર પાઠવ્‍યું છે. વેરા પ્રશ્ને ભાજપ બેવડી નીતિથી પ્રજામાં રોષ વ્‍યાપયો છે.

નગરપાલિકા અસ્‍તિત્‍વ હતું ત્‍યારે તે સમયે પ્રમુખપદે રહેલા  સરજુભાઇએ વેરા વધારાની દરખાસ્‍ત જનરલ બોર્ડમાં મુકી હતી અને તે મંજુર કરાઇ હતી ત્‍યાર પછી નગરપાલિકાના મહિલા પ્રમુખ તરીકે ચેતનાબેન તિવારી આવ્‍યા હતા. મહાનગરપાલિકાની રચના થઇ તે પહેલા કહેવાય છે કે વેરા વધારો અમલી બનાવી કરેલ હતો. તે સમયે વેરા વધારા ઉપર રેકડી અને કેબીનોના ભાડા વધારા કરવામાં આવ્‍યા હતાં. અંતે વેરા બોજ પ્રજાને સહન કરવાનો છે

(11:19 AM IST)