News of Friday, 4th July 2025
મોરબીમાં બહુચર્ચીત વજેપરના જમીન કૌભાંડમાં મહિલા સહિત બેના રીમાન્ડ મંજુર

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૪: મોરબીમાં ખુબ ગાજેલા વજેપર સર્વે નંબર ૬૦૨ જમીન કોભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમની ટીમને સોપવામાં આવ્યા બાદ મહિલા સહીત બે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર થયા છે.
મોરબીના શિયાળની વાડીમાં રહેતા ભીમજીભાઈ બેચરભાઈ નકુમ (ઉ.વ.૬૫) વાળાએ ગત માર્ચ મહિનામાં આરોપીઓ મોરબીના ત્રાજપરમાં રહેતા શાંતાબેન મનજીભાઈ પરમાર અને માળિયા તાલુકાના તરઘડી ગામના સરપંચ સાગર અંબારામભાઈ ફૂલતરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે વજેપર ગામની સીમમાં ખાતા નંબર ૧૫૮ સર્વે નંબર ૬૦૨ વાળી ૧-૫૭-૮૩ હે.આરે. ચો.મી. જામીન પંચાસર રોડ મામાદેવ મંદિર બાજુમાં આવેલ છે જે જામીન સંયુક્ત ભાયું ભાગની જમીન છે વર્ષ ૧૯૫૯ માં જીવા કલા અને જીવા રામાં પાસેથી પિતા બેચરભાઈ નકુમે અઘાટ વેચાણ રાખેલ હતી જેનો દસ્તાવેજ તા. ૦૩-૦૧-૧૯૫૯ ના રોજ કર્યો છે દસ્તાવેજ નંબર ૪૬૪૯ છે રેવન્યુ વિભાગમાં નોંધ નંબર ૬૬૩ થી હક્ક પત્રકમાં દાખલ થયેલ છે.
આરોપીઓએ પિતાજીના વારસદાર તરીકે ખોટું સોગંધનામું કરી તેમજ માતા પિતા બંનેના ખોટા મરણના દાખલા રજુ કરી જેના આધારે ખોટો વારસાઈ પેઢી આંબો બનાવી સર્વે નંબર ૬૦૨ વાળી જમીનમાં તા. ૧૬-૦૭-૨૪ થી વારસાઈ કરાવી જમીન શાંતાબેન મનજીભાઈ પરમાર રહે ત્રાજપર વાળાએ મોરબી સબ રજીસ્ટ્રાર કચેરીના દસ્તાવેજ નંબર ૮૪૫ તા. ૦૮-૦૧-૨૦૨૫ થી સાગર અંબારામ ફૂલતરીયા રહે તરઘડી તા. માળિયા વાળાને રૂ ૮૬,૭૦,૦૦૦ માં વેચાણ કરી દીધેલ છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી હતી જે જમીન કોભાંડની તપાસ મોરબી ડીવાયએસપીને સોપ્યા બાદ તપાસ પરત ખેંચી અન્યને સોપવાનો દોર ચાલ્યો હતો અને બાદમાં સમગ્ર કોભાંડની તપાસ ઘ્ત્ઝ ક્રાઈમ ટીમને સોપવામાં આવી હતી.
વજેપર સર્વેની જમીનના ખોટા દસ્તાવેજ કરી વેચવાની બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જોકે બાદમાં લેવામાં આવેલ નિવેદન અને અરજીની તપાસમાં અન્ય આરોપીઓના નામો ખુલ્યા હતા અને જમીન કોભાંડમાં આરોપી ભરત દેગામાં અને હેતલ ભોરણીયાને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા બંને આરોપીના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર થયા છે. (૯.૧૬)
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
