<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

નખત્રાણા તાલુકાના નાની ખોંભડી ગામે નદીમાં ઘોડાપુર : 10થી 15 જેટલી ગાયો પાણીના પ્રવાહ તણાવા લાગી

ગામની સીમમાં ચરવા માટે ગયેલી 10થી 15 જેટલી ગાયો ગામમાં પરત ફરતા સમયે અચાનક જ પાણીનો જોરદાર પ્રવાહમાં તણાઈ

કચ્છઃ જિલ્લાના અનેક પંથકમાં વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે નખત્રાણા પંથકમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદને પગલે નદી-નાળા છલકાયા હતા.

નખત્રાણા તાલુકાના નાની ખોંભડી ગામે ધોધમાર વરસાદ પડતા મેકણ સરોવર છલકાયું હતું. તેને કારણે પાણી ગામમાં ઘૂસ્યા હતા અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

ગામની સીમમાં ચરવા માટે ગયેલી 10થી 15 જેટલી ગાયો ગામમાં પરત ફરી રહી હતી. તે સમયે અચાનક જ પાણીનો જોરદાર પ્રવાહ આવતા તણાવા લાગી હતી.

(9:08 PM IST)