<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

વાંકાનેર બાઉન્ડ્રી પાસે કન્ટેનરમાં 'સોડાની આડમાં' છુપાવેલ ૬૧.૦૧ લાખનો દારૂ-બિયરનો જથ્થો પકડાયો

દારૂ-કન્ટેનર સહિત ૮૮.૧૧ લાખના મુદામાલ સાથે બે શખ્સોને મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધાઃ દારૂનો જથ્થો જાન નામના શખ્સે મોકલ્યો'તો

તસ્વીરમાં દારૂ ભરેલ કન્ટેનર સાથે પોલીસ સ્ટાફ અને પકડાયેલ બન્ને શખ્સો નજરે પડે છે (તસ્વીરઃ લિતેશ ચંદારાણા-વાંકાનેર)

(લીતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. પઃ અમદાવાદ-રાજકોટ હાઇવે પર વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસેથી મોરબી એલસીબી ટીમે ટ્રક કન્ટેનરમાં સોડા બોટલોની આડમાં છુપાવીને લઇ જવાતા ૬૧.૦૧ લાખના વિદેશી દારૂ-બિયરના જંગી જથ્થા સાથે કુલ રૂ. ૮૮.૧૧ લાખનાં મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમને ખાનગીરાહે બાતમી  મળેલ કે, અમદાવાદ તરફથી એક બંધ બોડીના ટ્રક નં. યુપી ૨૧ બીએન ૮૧૨૧ માં વિદેશી દારૂ-બિયરના જથ્થાની હેરાફેરી થવાની હોય, જેના આધારે પોલીસે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટ્રકને રોકી તલાશી લેતા તેમાંથી ૪૮૯૬ નંગ વિદેશી દારૂની બોટલો (કિંમત રૂ. ૪૦,૪૦,૪૦૦) તથા ૧૧,૪૩૬ નંગ બિયરના ટીન (કિંમત રૂ. ૨૦,૬૦,૬૪૦) તેમજ ટ્રક કન્ટેનર સહિત કુલ રૂ. ૮૮,૧૧,૦૪૦ ના મુદામાલ સાથે આરોપી નૌસાદ આબીદભાઇ અફસરભાઇ તુર્ક (ઉ.વ.૫૦) તથા કુંવરપાલ મહેશ યાદવ (ઉ.વ. ૩૪, રહે. બંને ઉત્તરપ્રદેશ)ને ઝડપી લીધા હતા. આ બનાવમાં ઝડપાયેલ આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં માલ મોકલનાર તરીકે ભાઈ જાન નામના શખ્સનું નામ ખુલતા ત્રણેય ઈસમો તેમજ તપાસમાં નામ ખુલે તે તમામ વિરૂદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(12:18 PM IST)