<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

મોરબીમાં લોક જાગૃતિના હેતુથી કાલે રવિવારે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન: મહેશભાઈ કાસવાલાની ખાસ ઉપસ્થિતિ.

ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની આગેવાનીમાં ઉમા ટાઉનશિપ ધરમપુર રોડ, મોરબી ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વિકસિત ભારતના નિર્માણ માટે એક રાષ્ટ્ર એક ચૂંટણીની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલને પ્રોત્સાહન આપવાના સતત પ્રયાસોના ભાગરૂપે વિધાનસભા 65-મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની આગેવાનીમાં લોક જાગૃતિના હેતુથી આવતીકાલ તા. 6 જુલાઈ ને રવિવારના રોજ ઉમા ટાઉનશિપ ધરમપુર રોડ, મોરબી ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે જોશીલી જબાન માટે જાણીતા, અભ્યાસુ, યુવાન, પ્રખર વક્તા મહેશભાઈ કસવાલા (પ્રદેશમંત્રી તેમજ સાવરકુંડલા ધારાસભ્ય) ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રહિતમાં મિત્ર મંડળને ખાસ પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે. સમારોહ સંપન્ન થયે અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું છે.



 

(6:36 PM IST)