<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

બાબરાના કોટડાપીઠા અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મેઘરાજા મહેરબાન

 

(ભરત મહેતા દ્વારા) કોટડાપીઠા, તા.૭: બાબરા તાલુકાના કોટડાપીઠા તેમજ આજુબાજુની ગ્રામ્‍ય પંથકમાં છેલ્લા થોડા સમયથી ઝરમર વરસાદ વરસતો હતો, પરંતુ બપોરના દોઢ કલાકમાં મેઘો મનમુકી વરસતા બે ઈંચથી વધુ વરસાદ પડેલ હતો. આ વરસાદથી ખેતરો પાણીથી તરબોળ થયેલ, ન ચેકડેમો છલકાયા, તેમજ નદીનાળા જીવંત બનેલ છે એકબાજુ  વરસાદથી આનંદ છે. ત્‍યારે ખેતી માટે સતત વરસાદથી નીંદામણ થઈ શકતુ નથી. આ લખાય છે ત્‍યારે પણ હજુ ધીમી ઘારે વરસાદ ચાલુ છે.

(11:41 AM IST)