<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

ધ્રાંગધ્રાના જીવાપરમાં ફાયરીંગઃ ૪ને ઇજા

પશુઓને લઇ જવા બાબતે ર જુથ વચ્ચે ડખ્ખોઃ ઇજાગ્રસ્તો સારવારમાં

 (ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૭: ધાંગધ્રા તાલુકાના જીવાપર ગામ ખાતે પશુઓ લઈ જવા બાબતે ડખ્‍ખો થતા  ફાયરિંગમાં ચાર લોકો ઘાયલ થતા સારવારમાં ખસેડાયા છે.

ભરવાડ સમાજના લોકો અને ક્ષત્રિય સમાજના લોકો દ્વારા સામાન્‍ય બોલાચાલી થતા ક્ષત્રિય સમાજ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્‍યા હોવાનું સામે આવ્‍યું છે ત્‍યારે અંગેની જાણકારી મળતાની સાથે જ સુરેન્‍દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ડીવાયએસપી તેમજ પોલીસ કર્મચારીઓ અને પોલીસ કાફલાઓ જીવાપર ગામ ખાતે પહોંચ્‍યા હતા અને તપાસ હાથ ધરી રહ્યા છે ત્‍યારે ફાયરિંગમાં ચાર વ્‍યક્‍તિઓને વિજા થઈ હોવાનું પણ સામે આવ્‍યું છે ત્‍યારે જાણવા મળતી વિગતો એવા પ્રકારની છે કે ભરવાડ સમાજના લોકો રસ્‍તા ઉપર માલ ઢોર લઈ અને નીકળ્‍યા હતા ત્‍યારે માલ ઢોર ખસેડવા જેવી સામાન્‍ય બાબતમાં ફાયરિંગની ઘટનાઓ સામે આવી છે.ં ભરવાડ સમાજના ચાર વ્‍યક્‍તિઓને ફાયરિંગમાં ઈજા ફરવા પામી છે ત્‍યારે ફાયરિંગ કરનાર ક્ષત્રિય સમાજના પરદીપસિંહ ચંદુભા દિગ્‍વિજયસિંહ ચંદુભા વિશાલ સિંહ શિવરાજ સિંહ યુવરાજસિંહ કિશનસિંહ કાનભા મિતરાજ સિંહ રવિભાઈ સહિતના લોકોએ ભરવાડ સમાજના લોકો ઉપર ફાયરિંગ કરી અને ચાર લોકોને ઘાયલ કર્યા હોવાનું સામે આવ્‍યું છે ત્‍યારે પોલીસ તંત્ર તપાસ કરી અને ફરિયાદ નોંધ અને ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે ધાંગધ્રા તાલુકાનું નાનું એવું ગામ જીવાપર ગામ જે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને આ નીચે બનાવના બને તેની પોલીસ તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. (૪.૩૦)

(11:43 AM IST)