<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

જામનગર ભારત તિબ્બત સંઘ દ્વારા તિબેટી ધર્મ ગુરુ શ્રી દલાઈલામાજીના ૯૦ મા જન્મોત્સવની ઉજવણી

ધર્મગુરુની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય સાથે દીર્ઘાયુ પ્રાપ્ત થાય એની પ્રાર્થના હજારેશ્વર મહાદેવ મંદિરમાં દીપમાળા, શિવ ધૂન અને મહા મૃત્યુંજય જાપ સાથે કરાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૭ : જામનગર ભારત તિબ્બત સંઘ દ્વારા તિબેટી ધર્મ ગુરુ શ્રી દલાઈલામાજીના  ૯૦ મા જન્મોત્સવ ની ઉજવણી હર્ષોલ્લાસથી કરાઈ હતી અને ધર્મગુરુની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય સાથે દીર્ઘાયુ પ્રાપ્ત થાય એની પ્રાર્થના શહેર ના પ્રાચીન અને એક દુર્લભ એવા હજારેશ્વર મહાદેવ મંદિરમાં દીપમાળા ના આયોજન સાથે શિવ ધૂન અને મહા મૃત્યુંજય જાપ દ્વારા કરાઈ હતી.આ ધાર્મિક કાર્યક્રમમાં ભારત તિબ્બત સંઘની બહેનો જોડાઈ હતી.

જેમાં પ્રાંતમાંથી  ડિમ્પલબેન જગતભાઈ રાવલ ,અધ્યક્ષ પાયલ રાકેશ શર્મા, ઉપાઘ્યક્ષ રીટાબેન ઝીંઝુવાડીયા,  ધારા બેન પુરોહિત સાથે સભ્યો મીનાબેન દવે, મધુબેન , મીનાક્ષી બેન રાયઠઠ્ઠા ,વર્ષાબેન,  પ્રવિણાબેન, અને નીતાબેન પરમાર હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમને ભારત તિબ્બત સંઘ મુખ્ય ઈકાઈ , યુવા વિભાગે આવકાર્યો હતો.

(1:09 PM IST)