News of Monday, 7th July 2025
જુનાગઢના રોડ પર ભ્રસ્ટાચારરૂપી પડેલા ખાડામાં કમળ રોપી શાસનમાં બેઠેલા ભાજપના નેતાઓ અને પ્રશાસનના અંતરાત્માને જગાડવાનો કોંગ્રેસ દ્વારા પ્રયાસ : જુઓ વિડિઓ
શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોષી અને મહાનગરપાલિકા વિપક્ષ નેતા લલિતભાઇ પનસારાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૭ : જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોષી અને મહાનગરપાલિકા વિપક્ષ નેતા લલિતભાઇ પનસારાની આગેવાનીમાં પક્ષના તમામ હોદેદારો અને સ્થાનિક જનતાને સાથે રાખી ખરાબ રસ્તાઓથી લોકોને પડતી હાલાકીના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતું.
રોડ પર ભ્રસ્ટાચારરૂપી પડેલા ખાડામાં કમળ રોપી શાસનમાં બેઠેલા ભાજપના નેતાઓ અને પ્રશાસનના અંતરાત્માને જગાડવાનો પ્રયાસ કરેલ હતો.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
