News of Monday, 7th July 2025
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી
ઉત્તર મધ્ય અને મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા

અમદાવાદ :હવામાન વિભાગે આગામી દિવસોને લઈને વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર મધ્ય અને મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની આગાહી કરવામાં છે.
3 વરસાદની સિસ્ટમ એકસાથે સક્રિય બનતા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયાઈ કાંઠે 45 થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આજે અમરેલી, ભાવનગર, સુરત, તાપીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ડાંગમાં આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ, નડિયાદમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, પાટણ, મહેસાણા, પાલનપુર, રાજકોટ, ભાવનગર, જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
