<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

ભારે વરસાદથી કચ્છના 15 માર્ગોનું ધોવાણ : 5 મધ્યમ અને 19 નાની સિંચાઈના ડેમમાં પાણીની આવક

વરસાદી માહોલને ધ્યાને રાખી તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા: ભારે વરસાદ આગાહીને લઈ જિલ્લામાં 1 NDRF ની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ

કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર આણંદ પટેલએ જણાવ્યું હતું કે, ભારે વરસાદથી કચ્છના 15 માર્ગોનું ધોવાણ થયું છે. ધોવાણ થયેલા રસ્તાઓ ફરી જલદી કાર્યરત થાય તે માટે સૂચના અપાઈ છે. ભારે વરસાદ વચ્ચે માનવ કે પશુ મૃત્યુના બનાવો સામે આવ્યા નથી. સારા વરસાદથી કચ્છમાં 5 મધ્યમ અને 19 નાની સિંચાઈના ડેમમાં  પાણીની આવક થઈ છે

  . ભારે વરસાદી માહોલને ધ્યાને રાખી તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે. ભારે વરસાદ આગાહીને લઈ જિલ્લામાં 1 NDRF ની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. જોખમી નદી, નાળા, તળાવ અને ડેમમાં લોકોને નાહવા ન જવા માટે તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. 

(9:11 PM IST)