News of Monday, 7th July 2025
મોરબીમાં મહાજનોનો મેળાવડો : વરસાદી માહોલમાં ભાવતા ભજીયાંનો સ્વાદ અને જલેબી સાથે જ્ઞાતિભાવની મીઠાસ માણી
મિત્ર મિલનનું ગોઠવો તેવા પ્રેમભર્યા સુચનના હર્ષભેર વધામણાં થયા અને મહાજનોના મેળાવડાનો સાગર ઘુઘવ્યો :ભાતૃભાવથી તરબોળ મહાજનોએ જ્ઞાતિભોજનની તૈયારી આરંભી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી સોની મહાજન સમાજના હરહંમેશા હિતચિંતક એક મિત્રએ પોતાના સોની મહાજન વૉટ્સએપ ગ્રુપમાં એક નાનો મેસેજ મુક્યો " મિત્ર મિલનનું ગોઠવો " બસ પછી તો કહેવુંજ શું હર્ષભેર તમામે પ્રેમભર્યા આ સૂચનને સ્વીકારી જોતજોતામાં આનંદનો અવસર ઉતરી આવ્યો હતો
આજની આ ભાગડોળ ભરી જિંદગીમાં માણસની નિજાનંદની મોજ ભૂતકાળ બની ગઈ છે. અને મોબાઈલ, ટીવી, ઈન્ટરનેટ જ માણસના જીવનમાં હાવી થઇ ગયા છે. માણસ માણસને મળતો નથી બસ મોબાઈલ મળવાનું, તહેવારોની ઉજવણનું માધ્યમ બની ગયો છે ત્યાંરે મોરબી સોની મહાજન સમાજે આજના ના આ આધુનિક યુગ માં કામધંધા ના વ્યસ્ત માહોલ તેજી મન્દી ની ઉપાધિ ઓ ભૂલી માત્ર એક વોટ્સઅપ ના મેસેજ દ્વારા મોરબી સોની મહાજનો એકઠા થયા કોઈ આમંત્રણ નહીં કોઈ આયોજન નહીં દુનિયાદારી ના ટેન્સન કોરણે મૂકી વરસાદી માહોલમાં એકબીજાને મળ્યા અને મન ભરી અલકમલકની વાતો કરી મુક્ત મને (ઘણા દિવસ બાદ) હસ્યા ને દરેકના ચહેરા આનંદના આ અવસરે ખીલી ઉઠ્યા.
આજના આ સમય માં ફોનથી ખબર અંતર પૂછતાં હોય છે શુભેચ્છા ઓ મોકલતા હોય છે ત્યારે આ સોની સમાજના મોરબી મહાજનો વડીલો હસીખુશીની વાતો કરવા એક સાથે 400 જેટલાં અંગત સ્નેહીજનોની જેમ ભેગા થયા ને ભજીયા જલેબી ફરાળની પાર્ટીનો આનંદ માણીયો
વિશેષમાં સમાજના શ્રેષ્ઠીઓ, વડીલોએ પ્રેરણાત્મક સંબોધન દ્વારા મહાજનો યુવાનો ને પ્રેરણા પુરી પાડી સાથો સાથો મળવાની મજા માણવી એ આજના સમયમાં ખુબ જરૂરી હોવાનો સંદેશો પાઠવ્યો.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
