<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

કાલે ગુરૂપુર્ણિમાઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ રંગાશે ગુરૂભકિતના રંગમાં

ગામે-ગામે ગુરૂવંદનાના ભાવિકો દ્વારા કાર્યક્રમોઃ ગુરૂપૂજન, ભજન, ભોજન, આરતી સહિતના કાર્યક્રમો

 

રાજકોટ તા. ૯ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કાલે તા. ૧૦ ને ગુરૂવારે ગુરૂપૂર્ણિમા પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે. શિષ્‍યો પોતાના ગુરૂના આર્શિવાદ લઇને ધન્‍યતા અનુભવશે.

કાલે ગુરૂવારે સવારથી જુદા - જુદા આશ્રમો, મંદિરો, ધર્મસ્‍થાનોમાં ભાવિકો ઉમટી પડશે અને પોતાના ગુરૂજીનું સાનિધ્‍ય પ્રાપ્ત કરશે.

ગુરૂપુર્ણિમા નિમિતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સર્વત્ર યોજાશે. જેમાં ગુરૂજીનું પૂજન - અર્ચન, મહાઆરતી, ધુન, ભજન, કિર્તન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે.

જસદણ

(ધર્મેશ કલ્‍યાણી-કરશન બામટા દ્વારા) જસદણ-આટકોટ :..  જસદણના બાલાજીધામ આશ્રમે જગદગુરુ ગર્ગાચાર્યના સાંનિધ્‍યમાં ગુરુપૂર્ણિમાની ભવ્‍ય  ઉજવણી કરવામાં આવશે.

ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે જસદણમાં વીંછિયા રોડ પર આવેલા બાલાજી ધામ આશ્રમ ખાતે તા.૧૦ ના ગુરુપુર્ણિમાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે અને હરિભક્‍તો ગુરુની પૂજા કરી ધન્‍યતા અનુભવશે. જસદણના બાલાજી આશ્રમ ખાતે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડશે.

જસદણમાં નવનિર્માણ થઈ રહેલ બાલાજી ધામ આશ્રમ ખાતે  ૧૦૦૮ જગતગુરુ ગર્ગાચાર્ય પીઠાધિશ્વર મહેન્‍દ્રાનંદગીરી (પંચ દશનામ જૂના અખાડા) જેઓ જગતગુરુ બન્‍યા બાદ તેમની દ્વિતીય ગુરુપૂર્ણિમાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. જેથી દરેક હરિભક્‍તોને ગુરુપૂર્ણિમાની ઉજવણીનો લાભ લેવા મંદિર દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

માણાવદર

(ગિરીશ પટેલ દ્વારા) માણાવદર :..

માણાવદર પંથક જ નહીં પરંતુ દેશ દુનિયા માં જેની નામ નાછે અને અનેક શિષ્‍યો નો વિશાળ સમુદાય ધરાવે છે અલોકિક શકિત ધરાવે છે તેવા પૂ.નેહાલ ગિરિ બાપુ ની નામ ના અને પ્રસિદ્ધિ છે તેવા જંગલ માં મંગળ કરી એક વેરાન વિસ્‍તાર માં કે જ્‍યાં દિવસે નીકળવુ મુશ્‍કેલ હતું ત્‍યાં આજે વિશાળ મંદિર એ આશ્રમ બનાવી દીધો છે.

કાલે ગુરુવારે સવારે પૂ.નેહલ ગિરિ બાપુ ગુરુ મશાગીરી બાપુ આશ્રમે ગુરુપૂર્ણિમા ની ભવ્‍ય ઉજવણી થશે.

રાત્રે ૧૦ વાગ્‍યે ગુરુ પૂર્ણિમા પર્વ નિમિતે ધૂન ભજન માં કલાકારો જેમાં દલસુખ પ્રજાપતિ, સહદેવ કેશવાલા, ધીરજ ઓડેદરા અને ડાભી સંજીદા ગ્રુપ ભજનો ની રમઝટ બોલાવશે.

ધોરાજી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજીઃ ધોરાજીના પ્રાચીન ગણાતાં જન્‍માષ્ટમી મેળા ગ્રાઉન્‍ડ ખાતે આવેલ શ્રી ચૈતન્‍ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ખાતે શ્રીમંહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ ના અધ્‍યક્ષ સ્‍થાને તારીખ ૧૦ ને ગુરુવારના રોજ ગુરૂ પૂજન ગુરુપૂર્ણિમા મહોત્‍સવ ભવ્‍ય રીતે ઉજવાશે.

 શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ  ગુરુ શ્રી શિવસાગરજી મહારાજ ના સાનિધ્‍યમાં તારીખ ૧૦ ને ગુરુવાર ના રોજ ગુરુપૂર્ણિમા મહોત્‍સવ નિમિત્તે વૈદિક મંત્રોચાર સાથે ગુરૂ પૂજન સાથે ગુરુપૂર્ણિમા મહોત્‍સવ યોજાશે.

આજે બુધવારે રાત્રિના નવ કલાકે ભવ્‍ય સંતવાણી નો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે જેમાં સૌરાષ્‍ટ્રના નામ અંગે કલાકારો ગુરૂ પૂજન સાથે સંતવાણી ની રમઝટ બોલાવશે.

સૌરાષ્‍ટ્રના સિદ્ધ યોગી મહાપુરુષ તરીકે છાપ ધરાવતા અને એક સાથે ત્રણ આશ્રમ ધરાવતા શ્રી દિગંબર લાલુ ગિરજી મહારાજ ગુરુ શ્રી શિવસાગરજી મહારાજ ધોરાજી ને આંગણે જન્‍માષ્ટમી મેળા ગ્રાઉન્‍ડ ખાતે આવેલ પ્રાચીન શ્રી ચૈતન્‍ય હનુમાનજી મહારાજ આશ્રમ આહવાન અખાડા ખાતે તારીખ ૧૦ ને ગુરૂવારના    રોજ ગુરુપૂર્ણિમા મહોત્‍સવ ઉજવાશે આ પ્રસંગે દેશ વિદેશથી ભાવિક ભક્‍તજનો ઉપસ્‍થિત રહી દિવ્‍ય ગુરુપૂજન નો લાભ લેશે

ગુરુ પૂજન ગુરુવારે સવારે નવ વાગ્‍યાથી બપીરે ના ૧૨ વાગ્‍યા સુધી ચાલશે. (પ-૧૧

 

 

(10:51 AM IST)