તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Wednesday, 9th July 2025
પરબધામમાં પૂ. કરશનદાસબાપુના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમા કાલે ભવ્યતાથી ઉજવાશે
ગુરૂપૂજન, ક્ષીરસાગર પૂજન, મહાપ્રસાદ, રાત્રે સુફી ગઝલનું આયોજન

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૯: સૌરાષ્ટ્રની અતિ પ્રાચિન અને પાવન જગ્યા પરબધામ ખાતે તા.૧૦ ગુરુવારનાં ગુરુપુર્ણીમા પ્રસંગે મહંત સંત પુ.કરશનદાસબાપુનાં સાનિધ્યમાં ગુરુપુજન સહિત આયોજન કરાયા છે.
ગુરુપુર્ણીમા નાં રોજ સવારે આઠ કલાકે ગણપતિ પુજન, સવારે દશ કલાકે સદગુરુ પાદુકા પુજન, સવારે સાડા દશ કલાકે દેવી દેવતાઓના થાળ, સવારે અગીયાર કલાકે મહાપ્રસાદ, રાત્રે નવ કલાકે ક્ષીરસાગર પુજન, રાત્રે સાડા આઠ કલાકે દેશનાં પ્રખ્યાત કલાકારો દ્વારા સુફી ગઝલનુ આયોજન કરાયુ છે.
ગુરુપુર્ણીમાના રોજ હજારો સેવકો દ્વારા પુ.કરશનદાસબાપુનુ ગુરુપુજન કરાશે.
ગુરુપુર્ણીમાનાં હજારો શ્રધ્ધાળુઓ પરબધામ ઉમટી પડતા હોય અદભુત વ્યવસ્થા ગોઠવાયી છે.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
