<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

જામનગરની પટેલ કોલોનીમા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો :ચીખલીગર ગેંગના બે સાગરીતોને સોના ચાાંદીના દાગીના, રોકડ સાથે પકડી પાડતી એલ.સી.બી.

બેડેશ્વર ઓવર બ્રિજ નીચે રેલ્વે ફાટક પહેલ રોડ ઉપર મુદામાલ સાથે ઉભા હોવાની અને ચોરીનો મુદામાલ સાથે લઇ જામનગરમાં દાગીના વેચવા માટે આવનાર હોવાની બાતમીના આધારે ઝડપી લેવાયા

જામનગર : ગત તા-૧૭/૦૬/૨૦૨૫ ના કલાક-૧૭/૩૦ થી તા-૦૫/૦૭/૨૦૨૫ ના કલાક-૧૧/૩0 વાગ્યાની દરમ્યાન ફરીયાદી  હિનાબેન વા.ઓફ દિપકભાઇ દયાશંકરભાઇ ભટ્ટ જાતે-બ્રાહમણ (ઉ.વ.૬૩) ધંધો-હોટલ( રહે-ખોડીયાર કોલોની, રોયલ એન્કલેવ, પર૫૩, જામનગર વાળા) ના બંધ રહેણાક મકાનના કોઇ અજાણયા ચોરએ દરવાજાનુ તાળુ તોડી કબાટમાથી સોના, ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ મુદામાલ રૂ.૨,૫૫,૦૦૦/- ની ચોરી કરી લઇ જતા બનાવ બનેલ જે ગુનો વણ શોધાયેલ હતો.

પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, શોકકુમાર (IPS) નાઓએ જામનગર જીલ્લાના વણશોધાયેલ ગુન્હા શોધી કાઢવા જણાવેલ હોય, જેથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) નાઓએ વણશોધાયેલ ચોરીના ગુન્હા શોધી કાઢવા સુચના કરેલ હોય, જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયાનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઈ.પી.એન.મોરી તથા પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો ધ્વારા બનાવ સ્થળની વિઝીટ કરવામા આવેલ, અને સી.સી ટીવી ફ્રુટેજ ચેક કરી જરૂરી વર્ક આઉટ કરી, જામનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.

   દરમ્યાન એલ.સી.બી.ના ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા અરજણભાઇ કોડીયાતર તથા ઘનશ્યામભાઇ ડેરવાળીયા તથા મયુદિનભાઇ સૈયદને સંયુકત બાતમી રાહે હકિકત મળેલ કે સદરહુ ઘરફોડ ચોરી કરનાર (૧) મહેન્દ્રસિંહ ઉધમસિંહ સરદારજી (૨) બલરામસિંગ ચંદાસિંગ સરદારજી (રહે જામનગર વાળા )સંડોવાયેલ છે. અને હોન્ડા સાઇન મોટર સાયકલ નં-જી.જે.૦૩ એલ.એન.૭૪૬૮ સાથે જામનગર શહેરમા બેડેશ્વર ઓવર બ્રિજ નીચે રેલ્વે ફાટક પહેલ રોડ ઉપર મુદામાલ સાથે ઉભેલ છે અને ચોરીનો મુદામાલ સાથે લઇ જામનગર શહેરમા દાગીના વેચવા માટે આવનાર છે તેવી બાતમી આધારે મજકુર ઇસમને પકડી પાડી મજકુર ઇસમોના કબ્જા માથી ચોરીમા ગયેલ, મુદામાલ મળી આવતા કબ્જે કરી મજકુર વિરૂધ્ધ પોલીસ હેડ કોન્સ ક્રિપાલસિંહ જાડેજા એ કાયદેસરની કાર્યવાહી કરી વધુ કાર્યવાહી માટે સીટી બી ડીવી પોલીસ સ્ટેશનમા સોપી આપેલ છે,આગળની તપાસ ચાલુ છે.

 

પકડાયેલ આરોપી (૧) મહેન્દ્રસિંહ ઉધમસિંહ ખીચી જાતે સરદારજી (ઉ.વ. ૩૨)  ધંધો રીક્ષા ડ્રાઇવિંગ તથા ભૂંડ પકડવાનો( રહે.ગરીબનગર પાણાખાણ રોડ ઉપર બેડી જામનગર) (૨) બલરામસિંગ ચંદાસિંગ ટાંક જાતે સરદારજી (ઉં.વ.ર૮ )ધંધો ભૂંડ પકડવાનો (રહે, રંગપર ગામના પાટીયા પાસે જામનગર રોડ રાજકોટ)
પકડવાનો બાકી આરોપી (૧) હીરાસિંગ લક્ષ્મણસિંગ પટવા રહે. બાવળા ગામ અમદાવાદ
શોધી કાઢેલ ગુન્હો
(૧) સીટી બી ડીવી પો.સ્ટે ગુ.ર.નં.-૧૧૨૦૨૦૦૯૨૫૧૬૫૩/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા-૨૦૨૩ ની કલમ ૩૩૧ (૩), ૩૩૧(૪), ૩૦૫ (એ) મુજબ
કબ્જે કરેલ મુદામાલ -
૧) સોના દાગીના ૧૬ ગ્રામ કિ.રૂ ૧,૦૫,૦૦૦/
૨) ચાંદીના દાગીના ૬૦૦ ગ્રામ કિ.રૂ ૪૦,૦00/
૩) રોકડ રકમ કિ.રૂ.૨૦,૦૦૦/-
૪) મોટર સાયકલ-૧ કિ.રૂ.૫૦,૦૦૦/-
૫) મોબાઇલ ફોન-ર કિ.રૂ ૧૦,૦૦,૦/-
ટોટલ મુદામાલ રૂપીયા ૨,૨૫,૦૦૦/-

મજકુર આરોપીઓ ચીખલીગર ગેંગના સભ્યો છે અને દિવસ દરમ્યાન ભુંડ પકડવાના કામના બહાને શહેરો/ગ્રામ્ય વિસ્તારમા ફરી દિવસ દરમ્યાન બંધ રહેણાક મકાન ની રેકી કરી. રાત્રી દરમ્યાન બંધ મકાનના મા પ્રવેશી દરવાજાના તાળા તથા મકાનની ગ્રીલ તોડી ચોરીને અંજામ આપેલ છે..
આ કાર્યવાહી પો.ઇન્સ વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ.સી.એમ.કાંટેલીયા, તથા પો.સ.ઈ.પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્ટાફના, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલાવડીયા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ, ભરતભાઇ ડાંગર, સુમીતભાઇ શીયાર, નિર્મળસિંહ એસ.જાડેજા, બળવંતસિંહ પરમાર, કિશોરભાઇ પરમાર, મયુરસિંહ પરમાર, રૂષિરાજસિંહ વાળા, ધમેન્દ્રસિંહ એન જાડેજા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઈ વિરડા, સુરેશભાઇ માલકિયા, ભારતીબેન ડાંગર, ધમેન્દ્રસિંહ એમ. જાડેજા, દયારામ ત્રિવેદી, તથા બીજલભાઇ બાલાસરા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

(8:53 PM IST)