<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

મોરબી જિલ્લાને મળ્યા 17 નવા ઉચ્ચ માધ્યમિક શિક્ષકો.

મોરબી જિલ્લામા ધી વી.સી.ટેક.હાઇસ્કૂલ ખાતે નિમણૂક હુકમ એનાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪* અન્વયે તા.૦૮/૦૭/૨૦૨૫ ના રોજ મોરબી જિલ્લામા ધી વી.સી.ટેક.હાઇસ્કૂલ ખાતે  નિમણૂક હુકમ એનાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

મોરબી જિલ્લામાં સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયાથી શાળા પસંદગી કરેલ 17 જેટલા નવનિયુક્ત બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. મેરીટ આધારિત આ ભરતીમા 18 માથી 17 શિક્ષકો હાજર થતા આ શિક્ષકોને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આવકારવામાં આવ્યા હતા અને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
નિમણૂક પત્ર એનાયત કરવાના આ કાર્યક્રમમાં જુદી જુદી શાળાઓના ટ્રસ્ટીઓ, આચાર્યઓ, આચાર્ય સંધના પ્રમુખ તેમજ  જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સ્ટાફ હાજર રહેલ. જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા સાહેબે નવનિયુક્ત શિક્ષકોને સતત શીખતા રહેવાની અને શાળાઓ અને વિદ્યાર્થીઓના વિકાસમા પોતાની આવડતનો ઉપયોગ કરવા તેમજ બોર્ડના પરીણામોમા વિજ્ઞાન પ્રવાહમાં જેમ સામાન્ય પ્રવાહમાં પણ મોરબીને નંબર ૧ બનાવવાની શક્ય તમામ પ્રયત્નો કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો. શાળાઓના ટ્રસ્ટીઓ અને આચાર્ય સંધના પ્રમુખ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામા આવ્યુ હતુ. નવનિયુક્ત શિક્ષક દ્વારા પણ તેમના પ્રતિભાવ જણાવવામા આવ્યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન એજ્યુકેશન ઈન્સ્પેકટર   પ્રવીણભાઈ અંબારીયાએ કર્યું હતું.


 

(1:00 AM IST)