<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

ગંભીરા પુલ દુર્ઘટનામાં દ્વારકા પંથકના ૧ વ્‍યકિતનું મોતઃ એક ઇજાગ્રસ્‍ત

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૦: દ્વારકાના બે વ્‍યકિત પણ ગંભીરા પુલ દુર્ઘટનાની ઝપેટમાં આવી ગયા હતા જેમાં એકનું મૃત્‍યુ તથા એકને ગંભીર ઇજા થઇ છે.

દ્વારકા વિસ્‍તારમાં રહેતા રાજુભાઇ ડુડાભાઇ નામનો ૩૦ વર્ષનો યુવાન વાહન સાથે પરિવારજનો સાથે નીકળ્‍યો હતો જેને આ અકસ્‍માતમાં ગંભીર ઇજા પગ માથામાં થઇ હતી. જેને બચાવ ટુકડીએ રેસ્‍કયુ કરીને નજીકની હોસ્‍પિટલમાં ખસેડયો હતો. જેમાં દ્વારકાના મહેન્‍દ્રભાઇ પરબતભાઇ હાથીયા નામના એક વ્‍યકિતનો સમાવેશ થાય છે. જે મૃત્‍યુ પામ્‍યો હોવાનું સરકારી તંત્ર દ્વારા જણાવાયું હતું. ગંભીરા દુર્ઘટનામાં દ્વારકા વિસ્‍તારના એકનું મોત અને એકને ગંભીર ઇજાના બનાવે દ્વારકા વિસ્‍તારમાં શોકની લાગણી છવાઇ છે.

(1:40 PM IST)