<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

ગુરૂપૂર્ણિમા નિમિતે વિરપુરમાં પૂ. જલારામ]બાપાના દર્શને ભાવિકો ઉમટયા

જય જલારામબાપાના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠયુઃ દેશ-વિદેશથી આવેલા ભાવિકો દર્શન કરીને ધન્‍ય બન્‍યા

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) તા. ૧૦ :.. આજે સમગ્ર રાજ્‍ય ભરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાય છે ત્‍યારે સૌરાષ્‍ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર કે જ્‍યાં પૂજ્‍ય સંત શ્રી જલારામ બાપાની જગ્‍યાએ ગુરુ પૂર્ણિમાનું અનેરૂ મહત્‍વ હોય છે,

ગુરુ પૂર્ણિમાને દિવસે પૂજ્‍ય જલાબાપાના ગુરુ પૂજ્‍ય ભોજલરામ બાપાની સમાધીનું પૂજન કરવામાં જલાબાપાની જગ્‍યાના ગાદીપતિ પૂજ્‍ય રઘુરામબાપા  દ્વારા તેમજ પૂજ્‍ય જલારામ બાપાના પરિવારજનો દ્વારા કરવામાં આવે છે જેમને લઈને વહેલી સવારથી જ દેશ વિદેશમાં વસતા પૂજ્‍ય જલારામ બાપાના ભાવિકો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે દર્શન કરવા માટે ઉમટી પડ્‍યા હતા,ખાસ કરીને સુરત, બારડોલી, નવસારી, અમદાવાદ સહિતના વિસ્‍તારો માંથી ભક્‍તો પૂજ્‍ય જલારામ બાપાના તેમજ ગુરુ ભોજલરામ બાપાની સમાધીએ શીશ જુકાવી દર્શન કરીને ધન્‍યતા અનુભવે છે તો આજે ખાસ કરીને ગુરૂવાર અને ગુરુપૂર્ણિમા હોવાથી ભક્‍તોમાં તેમનું અનેરું મહત્‍વ હોય ત્‍યારે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે પૂજ્‍ય જલારામ બાપાની જગ્‍યામાં ભાવિકો માટે ખાસ પ્રસાદ આપવામાં આવે છે.

(1:54 PM IST)