News of Thursday, 10th July 2025
ચરાડવામાં બ્રહ્મલીન પૂ.દયાનંદગીરીજી મહારાજનું પૂજન-અર્ચનઃ મહંત પૂ.અમરગીરીજી મહારાજની અધ્યક્ષતામાં ગુરૂપુર્ણિમાની ઉજવણી

રાજકોટ, તા., ૧૦: મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવામાં આવેલા શ્રી મહાકાળી આશ્રમે બ્રહ્મલીન પૂ.દયાનંદગીરીજી મહારાજના પુજન-અર્ચન સાથે ગુરૂપુર્ણિમા પર્વની ઉજવણી મંદીરના મહંત પૂ. અમરગીરીજી મહારાજી અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.
આ તકે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહયા હતા અને પૂજન, અર્ચન કરીને ધન્યતા અનુભવી હતી. આજે બપોરે ૩ થી ૬ દરમિયાન ચરાડવાના મહિલા મંડળ દ્વારા ધુન તથા રાત્રીના ૯ વાગ્યે ભજન-સંતવાણી યોજાશે. તસ્વરીમાં આજે ગુરૂપુર્ણિમા નિમિતે પૂ. દયાનંદગીરીજી મહારાજનું પુજન-અર્ચન કરવામાં આવ્યું તે નજરે પડે છે.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
