<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

જામનગરમાં બાળકીની હત્યા, બળાત્કાર, અમાનુષી ત્રાસના કેસમાં સાવકા પિતા-પુત્રીને ફટકારી આજીવન કેદની સજા

સાવકા ભાઈએ ત્રાસ આપી બાળકી પર બળાત્કાર ગુજારી ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.9 વર્ષની બાળકીનું કણસતી હાલતમાં કરૂણ મોત નીપજ્યું હતું.

સૌરાષ્ટ્રમાં એક નંબરે નોટિફિકેશન સાથે પહેલા તરત મુકાવું

જામનગરમાં છેલ્લા એક દાયકાના રેરેસ્ટ ઓફ ધ રેર ક્રાઇમ કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. વર્ષ 2018માં બાળકીની હત્યા, બળાત્કાર, અમાનુષી ત્રાસના કેસમાં ચુકાદો આપ્યો છે.  સાવકા બાપ ચેતન કલ્યાણી અને તેની પુત્રી નેહલ દોષિત જાહેર કરાઈ છે.  સાવકા ભાઈએ ત્રાસ આપી બાળકી પર બળાત્કાર ગુજારી ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

 

મળતી માહિતી મુજબ, વર્ષ 2018માં બાળકીની હત્યા, બળાત્કાર, અમાનુષી ત્રાસ, જીવલેણ ઈજાઓ પોક્સો સહિતની કલમો મુજબ પિતા,પુત્ર અને પુત્રી સામે ફરિયાદ નોંધાઈ હતી. નવ વર્ષની બાળકીનું કણસતી હાલતમાં  મોત  થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બળાત્કાર અને હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું, જેની પર બળાત્કાર આરોપ હતો તે સગીરે આપઘાત કરી લીધો છે. જેના કારણે કોર્ટે પિતા-પુત્રીને અંતિમ શ્વાસ સુધીની આજીવન કારાવાસની સજા ફટકારી છે.

 

વર્ષ 2018માં સાવકા ભાઈએ ત્રાસ આપી બાળકી પર બળાત્કાર ગુજારી ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.9 વર્ષની બાળકીનું કણસતી હાલતમાં કરૂણ મોત નીપજ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાનો બનાવ આવ્યો હતો. જોકે જેની પર દુષ્કર્મનો આરોપ હતો તે સગીરે આપઘાત કરી લીધો હતો. જામનગર વર્ષ 2018માં બાળકીની હત્યા, બળાત્કાર, અમાનુષી ત્રાસના કેસમાં ચુકાદો આવ્યો છે. વર્ષ 2018માં બાળકીની હત્યા, બળાત્કાર, અમાનુષી ત્રાસ, જીવલેણ ઈજાઓ પોક્સો સહિતની કલમો મુજબ, સાવકા બાપ ચેતન કલ્યાણી અને તેની પુત્રી નેહલ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. પિતા-પુત્રીને અંતિમ શ્વાસ સુધીની આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે.

(6:17 PM IST)