<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં વન કર્મચારીઓ પર પશુપાલકોનો હુમલો: 5ને ઈજા

વન વિભાગના કર્મચારીઓ સાથે પશુ ચરાવવાને લઈ વિવાદ: ઈજાગ્રસ્ત વન કર્મચારીઓને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

જામનગર જિલ્લાના સુપ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં આજ રોજ વન વિભાગના કર્મચારીઓ સાથે પશુ ચરાવવાને લઈ વિવાદ થયો હતો, જે બાદ મામલો ઉગ્ર બનતાં 4 લોકોએ વન કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં વન વિભાગના 5 કર્મચારીઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વન કર્મચારીઓને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ખીજડીયા અભયારણ્ય એ સંવેદનશીલ પક્ષી સંરક્ષણ વિસ્તાર છે. જ્યાં પશુ ચરાવવા પર પ્રતિબંધ છે. આવા સંવેદનશીલ વિસ્તારમાં, પશુ પ્રાણી ચરાવવાના પ્રયાસને રોકવા ગયેલા વન કર્મચારીઓ પર કરાયેલા હુમલાને ગંભીર ગણીને પગલા ભરવા તાકીદ કરવામાં આવી છે.

(9:42 PM IST)