News of Friday, 11th July 2025
વાદળીયુ વાતાવરણ યથાવતઃ વંથલીમાં અડધો ઇંચ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટારૂપે વરસતો વરસાદ

રાજકોટ તા. ૧૧ :.. સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળીયુ વાતાવરણ યથાવત છે. અને ઝાપટારૂપે વરસાદ પડે છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા)જુનાગઢ :.. જૂનાગઢ સહિત ૪ તાલુકામાં સવારથી ફરી મેઘરાજાએ મંડાણ કરતા વંથલીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.
છેલ્લા ત્રણ દિવસના આંશિક વિરામ બાદ આજે સવારે ફરી જુનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરી હતી. જુનાગઢ ઉપરાંત ગિરનાર તથા દાતાર પર્વત ક્ષેત્રમાં સવારથી વરસાદી માહોલ ગ્રામ્ય છે જુનાગઢ શહેરમાં ધીમીધારે મેઘરાજાએ વરસવાનું શરૂ કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
જૂનાગઢની સાથે સાથે વંથલી પંથકમાં પણ સવારે મેઘરાજાએ મંડાણ કર્યા હતા અને પ્રારંભિક બે કલાકમાં ૮ મીમી વરસાદ નોંધાયો હતો. ભેસાણ અને માણાવદર વિસ્તારમાં પણ મેઘ સવારી આવી પહોંચી હતી. બને તાલુકામાં ફરી મેઘરાજાનું આગમન થતા ખેડૂતો સહિતના લોકોમાં ખુશી આપી ગઈ હતી.
જુનાગઢ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ સવારથી વરસાદી માહોલ હોય આજે દિવસ દરમિયાન મેઘરાજા ભારે જમાવટ કરે એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર, તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન રપ.પ, મહત્તમ તાપમાન ૩૦.પ, ભેજનું પ્રમાણ ૯ર ટકા, પવનની ગતિ ૧૦ કિ. મી. રહી છે. (પ-૧૩)
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
