News of Friday, 11th July 2025
મેઘપર ( પડાણા ) પો.સ્ટે.ના NDPS એક્ટના ગુન્હાના નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી જામનગર એસઓજી
સેતાલુસથી ચેલા બાજુ જતા રોડ ઉપર આવેલ એલ.સી.-૮ ના ગેઈટ સામે, ખોડીયાર હોટલ પાસેથી પકડી લેવાયો

જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી જામનગર જીલ્લાના N.D.P.S. એકટના ગુન્હાના નાસતા ફરતા આરોપીઓને પકડવા સૂચના કરેલ જે અંગે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર બી.એન ચૌધરી તથા પોલીસ સબ ઈન્સપેકટર એલ.એમ. ઝેર તથા પોલીસ સબ ઈન્સપેકટર એ.વી.ખેરના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમા પેટ્રોલીંગમાં રહેલ હતા.
દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના વિરેન્દ્રસિંહ જાડેજા તથા બળભદ્રસિંહ જાડેજા તથા મયુરરાજસિંહ જાડેજાને હકિકત મળેલ કે, મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના પાર્ટ-બી ગુ.ર.ન.૧૧૨૦૨૦૩૮૨૫૦૪૯૬/૨૦૨૫ N.D.P.S. એક્ટ કલમ ૮(સી), ૨૦(બી)(૨)(બી), ૨૯ મુજબના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી લખવીંદરસિંગ ઉર્ફે લાખો ચરનસિંગ( રહે. જોગવડ ગામ જી. જામનગર વાળો )હાલ સેતાલુસથી ચેલા બાજુ જતા રોડ ઉપર આવેલ એલ.સી.-૮ ના ગેઈટ સામે, ખોડીયાર હોટલ પાસે ઉભો છે અને તેણે ગુલાબી કલરનો શર્ટ તથા બ્લુ કલરનુ પેન્ટ પહેરેલ છે જેથી સદર જગ્યાએ જતા ઉપરોક્ત નામ વાળો આરોપી મળી આવેલ હોય જેથી મજકુર આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી થવા માટે લાલપુર પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
આરોપી લખવીંદરસિંગ ઉર્ફે લાખો ચરનસિંગ( રહે. હાલ જોગવડ ગામ, રામદુતનગર, જી.જામનગર મુળ રહે. મજીઠા રોડ, પાંડોરી વારીચ, અમૃતસર, પંજાબ)ને ઝડપી લેવાયો છે
આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર બી.એન.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એલ.એમ.ઝેર તથા પોલીસ સબ ઈન્સપેકટર એ.વી.ખેર તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
