News of Saturday, 12th July 2025
ભાવનગરના પાલીતાણામાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો
વિરપુર, જીવાપુર, ડુંગરપુર, આદપુર, જામવાળી, લુવારવાવ, રાજ્થળી, સેંજળીયા, ઘેટી સોનપરી, વડાળ, કદમગિરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક

ભાવનગર જિલ્લાના પાલીતાણાના વાતાવરણમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે. અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ પડ્યો હતો. પાલીતાણા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદનું આગમન થઇ ગયું છે.
વિરપુર, જીવાપુર, ડુંગરપુર, આદપુર, જામવાળી, લુવારવાવ, રાજ્થળી, સેંજળીયા, ઘેટી સોનપરી, વડાળ, કદમગિરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેડૂતો ખેતીમાં ફાયદાકારક વરસાદ વરસતા જગતતાતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
