તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Saturday, 12th July 2025
મોરબીની પ્રજાના પ્રશ્નો ઉકેલવા ધારાસભ્ય-અધિકારીઓ બે કલાક લાંબી બેઠક ચાલી, તાત્કાલિક પ્રશ્નો ઉકેલવા ખાતરી.
કલેકટર અને ધારાસભ્યએ થોડા જ દિવસોમાં પ્રશ્નો યુધ્ધના ધોરણે ઉકેલી નાખવાની ખાતરી આપી .

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં આંદોલનનો સિલસિલો ચાલ્યા બાદ નિંદ્રાધીન તંત્ર અને નેતાઓ સફાળા જાગ્યા હતા અને ધારાસભ્ય, કલેકટર સહિતના નેતા અને અધિકારીઓ પ્રજાના પ્રશ્નો ઉકેલવા મક્કમ બન્યા છે આજે જીલ્લા કલેકટર અને ધારાસભ્યની હાજરીમાં ઉચ્ચ કક્ષાની મીટીંગ યોજાઈ હતી જેમાં પ્રાણ પ્રશ્નો તાકીદે ઉકેલાશે તેવી હૈયા ધારણા આપવામાં આવી છે.
આજે જીલ્લા કલેકટર કચેરીએ આયોજિત બેઠકમાં રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીલ્લા કલેકટર કે બી ઝવેરી, કમિશ્નર સ્વપ્નીલ ખરે, ડેપ્યુટી કમિશ્નર સંજય સોની અને કુલદીપસિંહ વાળા સહિતના અધિકારીઓ, કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ભાજપ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં પ્રજાના પ્રશ્નો તાત્કાલિક ઉકેલવા માટે ચર્ચા કરવામાં આવી હતી બેઠક અંગે ધારાસભ્ય કાંતિભાઈએ જણાવ્યું હતું કે રોડ પરના ખાડા ૧૦-૧૨ દિવસમાં બુરાઈ જશે અને ગટર સફાઈ, બંધ લાઈટ ચાલુ કરવા સહિતના પ્રશ્નો તાત્કાલિક ધોરણે ઉકેલવા માટે આયોજન કરાયું છે તેમજ કાર્યકરો વોર્ડ વાઈઝ અધિકારીઓ સાથે મીટીંગ કરશે અને ધારાસભ્ય દર ૧૫ દિવસે કોર્પોરેશન ખાતે બેસશે ૧૦ દિવસમાં શહેરમાં એક પણ ખાડો જોવા ના મળે, લાઈટ બંધ ના હોય અને ગટર સફાઈ સહિતના પ્રશ્નો ઉકેલાય જાય તેવા તમામ પ્રયત્નો કરવામાં આવશે.
કલેકટર કે બી ઝવેરીએ જણાવ્યું હતું કે પ્રજાના પ્રાણ પ્રશ્નો તાત્કાલિક ઉકેલવા આયોજન કરવામાં આવ્યું છે રોડ પરના ખાડા બુરવા, પાણી ભરાતા હોય તે વરસાદી પાણીનો નિકાલ, ભૂગર્ભ ગટરની તાત્કાલિક સફાઈ અને બંધ લાઈટો ચાલુ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી છે અને કમિશ્નરે તમામ વોર્ડની વિઝીટ કરી છે તેમજ પ્રજાને આંદોલનનો સહારો ના લેવા અપીલ કરવામાં આવી છે ભૂતકાળમાં રજૂઆત બાદ પ્રશ્ન ના ઉકેલાયો હોય તો પણ હવે પ્રશ્નોની રજૂઆત મળ્યે તુરંત એક્શન લેવાશે અને કાયદો હાથમાં ના લેવા અપીલ કરી છે તેમજ ધારાસભ્યએ નગરપાલિકાના પૂર્વ સદસ્યો અને ભાજપના આગેવાનોને પણ સુચના આપી છે અને વોર્ડના પ્રશ્નો સાંભળી પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરવા જણાવ્યું છે.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
