<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

ઉપલેટા મોજ નદી ઉપરનો રાજાશાહી વખતનો અને થોડા વરસ પહેલાજ નવો બનાવેલો રેલ્વે બ્રીજ ઉપર ઠેર ઠેર તીરાડો અને ફુટ ફુટ ના ગાબડા

કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયા મહિનામાં ત્રણ વાર ઉપલેટામાં હોય છે છતાં તેમના ધ્‍યાનમાં આવ્‍યું નથી

(જગદીશ રાઠોડ દ્વારા).  ઉપલેટા: આજે દેશભરમાં પેધી ગયેલા સરકારી કોન્ટ્રાક્ટરો એટલી બધી નબળી ગુણવત્તા નું મટીરીયલ વાપરેછે કે પુલો તુટવા રોડ રસ્તા તુટવા તીરાડો ગાબડા પડવા એ રોજ રોજ ની ઘટના જેવા સાવ સામાન્ય વાત થઈ ગઈ છે અને તેમની સરકારી બાબુઓ અને ભ્રષ્ટ હોદ્દેદારો ની મીલીભગત થી તેમનો વાળ પણ વાંકો થતો નથી ઉપલેટા મોજ નદીના રાજાશાહી વખતનો પુલ ૧૦૦ થી વધુ વર્ષ થતા નબળો છતિગ્રસ્ત બનયો છે એ સ્વભાવિક છે ઠેરઠ તીરાડો અને ગાબડા પડયા છે તેને કારણે છેલ્લા બેક વર્ષ થી કલેકટર ના જાહેરનામા થી મોટા હેવી વાહનો માટે બંધ કરી દીધોછે પુલની બન્ને સાઈડમાં મજબુત ગડરો મારી દેવામાં આવ્યા છે આ મોજ નદી નો પુલ પોણા ભાગની ઉપલેટા ની વસ્તી માટે ખુબજ મહત્વનો છે કારણ કે જયારથી મોટા વાહનો માટે પુલ બંધ કર્યો છે ત્યારથી એસ ટી સહિત ખાનગી ટ્રાવેલ સહિત ના વાહનો નો સટોપ બંધ કરી દેવામાં આવ્યો છે જેને કારણે રાજકોટ અમદાવાદ સુરત વડોદરા મુંબઈ સહિત મોટા શહેરોમાં જવા માટે પોણા ઉપલેટા ની પ્રજા મુશ્કેલીમાં મુકાઈ ગઈ હવે નબળા પુલ ની મુખ્ય વિષય ની વાત કરીએ કે મોજ નદી નો રાજાશાહી વખતનો આટલા જાજા વરસે નબળો પડે એ સ્વભાવિક છે પણ આજ રસ્તે આગળ રેલ્વે બ્રીજ તો થોડા વરસ પહેલા એટલે કે રેલવે ના મીટર ગેજના બ્રોડગેજ ના રૂપાંતર સમયેજ બન્યો છે તે પુલનીં ખીલાસરી ઓ બહાર આવી ગઈ છે રોડ અને પુલ ઉપર મોટી મોટી તીરાડો અને ફુટ ફુટના ગાબડાઓ પડી ગયાછે આ રસ્તે થી એમ્બ્યુલન્સ ના દર્દીઓ માટે જોખમરૂપ છે તયા લોકો પ્રશ્ન પુછી રહ્યાં છે કે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ જેવુ મહત્વનું ખાતુ ધરાવતા અને તેમનુ હેડ ક્વાર્ટર ઉપલેટા (ગોરસ કાર્યાલય) હોય તેવા મનસુખ માંડવીયા મહિનામાં ત્રણ દિવસ ઉપલેટા મા આવતા હોય તેમને શું આ પુલ ઉપરના ગાબડા કે તીરાડો દેખાતી નહીં હોય. (તસવીર જગદીશ રાઠોડ ઉપલેટા )

(12:15 PM IST)