News of Sunday, 13th July 2025
જામનગર જીલ્લા પંચાયતના પુર્વ સદસ્ય-વરવાળાના સરપંચ ઉપર જીવલેણ હુમલો: ફાયરીંગ : સરપંચ સામે ચૂંટણી લડનારે હુમલો કર્યાનુ ખુલ્યુ
આડુ બળદ ગાડુ રાખી સરપંચમાંથી રાજીનામું આપી દે તેમ કહી છ થી સાત જેટલા એ ગ્રામ પંચાયતની ચૂંટણીનો ખાર રાખી લાકડી તેમજ કુહાડીઓથી જીવલેણ હુમલો કરતા રામશીભાઇ બેરા દ્વારા પોતાની પાસે રહેલ રિવોલ્વરમાંથી સ્વ બચાવ માટે હવામાં ફાયરીંગ કરતા રિવોલ્વર ઝુંટવી જીવલેણ હુમલો

જામજોધપુર તા.૧૩
જામનગર જીલ્લા પંચાયતના પુર્વ સદસ્ય તેમજ વરવાળા ના સરપંચ ઉપર જીવલેણ હુમલો કરીને ફાયરીંગ કરતા સનસનાટી મચી ગઇ છે.
જામનગર જીલ્લા પંચાયત ના પુર્વસદસ્ય તેમજ વરવાળા ગામના સરપંચ રામશીભાઈ મેપાભાઈ બેરા પોતાની મોટર સાયકલ લઈ વરવાળાથી માનતા ઉતારલા ગયેલ જે દરમ્યાન વળતા નીકલેલ ત્યારે વરવાળા ધોરીયા નામાર્ગ ઉપર આડુ બળદ ગાડુ રાખી સરપંચ માંથી રાજીનામું આપી દે તેમ કહી છ થી સાત જેટલા શખ્શો એ ગ્રામ પંચાયત નીચૂંટણી નો ખાર રાખી લાકડી તેમજ કુહાડીઓથી જીવલેણ હુમલો કરતા રામશીભાઇ દ્વારા પોતાની પાસે રહેલ રિવોલ્વર માંથી સ્વ બચાવ માટે હવામાંફાયરીંગ કરતા રિવોલ્વર ઝુંટવી જીવલેણ હુમલો કરેલ હતો.
રામશીભાઈને હાથ અને પગમાં ગંભીર ઇજા થવા પામી છે. હુમલો કરનાર તાજેતર માં રામશીભાઇ સામે ગ્રામ પંચાયત ની ચુંટણી લડી હોવાનું સામે આવેલ છે.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
