<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

આજે લોહાણા સમાજની નાગપાંચમની ઉજવણી

ગોંડલઃ આજે લોહાણા સમાજની નાગપાંચમની ઉજવણી કરવામાં આવી રહી છે. મહિલાઓ પ્રાર્થના કરે છે કે હે નાગદાદા મારા પરિવારને સુખ સમૃધ્‍ધિ આપજો. અને મારા કુટુંબને હંમેશા સુખી રહે તેવા આશિર્વાદ આપજો સાથે શહેરભરની સૌભાગ્‍યષાીઓ મંદિરોમાં નાગદેવતાનું પુજન-અર્ચન અને ખાસ નાગપાંચમનું વ્રત કરે છે. લોહાણા સમાજમાં નાગપાંચમ વ્રતનું ખુબ જ મહત્‍વ છે. આ દિવસે સૌભાગ્‍યસ્ત્રીઓ કુટુંબ પરિવારની સમૃધ્‍ધિ માટે નાગદેવતાની પૂજા માટે મંદિરે પલાળેલા મગ, બાજરો, ચણાને શ્રીફળ કુલેરની પ્રસાદી ધરે છે. અને લોકોને પ્રસાદી રૂપે આપવામાં આવે છે. મંદિરોમાં નાગદેવતાને રૂના નાગલા બનાવીને ચડાવે છે. તથા નાગપાંચમ નિમીતે એકટાણું કરે છે. આ એકટાણામાં ઠંડુ આગલા દિવસનું રાધેલું ભોજન લેવાનું હોય છે. નાગપાંચમને દિવસે ચુલો ઘર પેટાવાનો નથી હોતો.

 તેમજ સૌભાગ્‍યસ્ત્રીઓ નાગપાંચમની પૌરાણીક વાર્તા કરે છે. તસ્‍વીરમાં રઘુવંશી સમાજના મહિલાઓ ધાર્મિક વિધી કરતા નજરે પડે છે. (તસ્‍વીર-અહેવાલઃ ભાવેશ ભોજાણી, ગોંડલ) (૪૦.૧૬)

(10:10 AM IST)