News of Tuesday, 15th July 2025
સુરેન્દ્રનગરમાં જમીનથી માત્ર ૧ ફૂટ ખૂલ્લું વીજબોક્સ મૂકયું

વઢવાણ, તા.૧૫: સુરેન્દ્રનગરના વાળીનાથ સર્કલ પાસે રિવરફ્રન્ટનું બસ સ્ટોપ આવેલું છે. તેના પગથિયાં પાસે પીજીવીસીએલની ઘોર બેદરકારી જોવા મળી હતી. જેમાં બસ સ્ટેશનના પગથિયાં પાસે પીજીવીસીએલનું વીજ બોક્સ ખૂલ્લા વાયર સાથે લગાવાયું છે. આ બોક્સ જમીનથી માત્ર ૧ ફૂટની ઊંચાઈએ લગાવાયું છે. આથી દુર્ઘટનાનો ભય ઊભો થયો છે. બાળક પણ આ વીજ મીટરને અડકી જાય તેવી સ્થિતિ છે.
આ બસ સ્ટોપ ઉપર સુરેન્દ્રનગરથી સૌરાષ્ટ્ર બાજુ જવા માટે બસ મળતી હોવાથી ૨૪ કલાક અવરજવર રહે છે. તેવામાં જો કોઈ કારણસર વીજ વાયર ક્રેક થાય તો મોટી હાનિ થવાની શકયતા છે. આથી તંત્ર દ્વારા વીજબોક્સ અંગે યોગ્ય કાર્યવાહી કરાય તેવી સ્થાનિકોની માંગ છે.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
