<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

સોમનાથ-પ્રભાસપાટણના એમ. વી. પટેલની જીલ્લા એલસીબી પી. આઇ. તરીકે નિમણૂંક

 

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૧પ :.. ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ ગઇ સાંજે બહાર પાડેલ ફેરબદલી ઓર્ડર અનુસાર પ્રભાસ - પાટણ પોલીસ સ્‍ટેશનના યશસ્‍વી પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ. વી. પટેલને ગીર સોમનાથ જીલ્લા એલ. સી. બી. ખાતે નિયુકિત આપવામાં આવી છે.

જયારે પ્રભાસ-પાટણ પોલીસ ઈન્‍સપેકટર તરીકે સુત્રાપાડાના એન. બી. ચૌહાણને નિયુકત કરાયા છે.

તા. ૪-૧-૧૯૮૩ ના રોજ અમદાવાદ નજીક ધોળકા ગામે જન્‍મેલા પોલીસ ઇન્‍સ્‍પેટકર એમ. વી. પટેલ ર૦૧૦ માં ગુજરાત પોલીસ દળમાં જોડાયા અને અમદાવાદ એ. સી. બી., વડોદરા, મોરબી, હળવદ અને સોમનાથ મંદિર ખાતે સફળ  કામગીરી બજાવી ચૂકયા છે.

સોમનાથ-પ્રભાસ પાટણમાં અનેકવિધ ગુન્‍હાઓ ઉકેલી કડકાઇ સાથે લોકાભિમુખ પોલીસ તંત્રને ગૌરવરૂપ કામગીરીઓ બજાવી હતી.

તેઓને શુભેચ્‍છાઓ સાથે ભવ્‍ય વિદાયમાન અપાઇ રહ્યું છે.

(11:08 AM IST)