<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

લખતરમાં ૬ મહિના પહેલા બનેલું નાલુ તૂટી ગયુ !!

વઢવાણ, તા.૧૫: લખતર શહેરના બસ સ્‍ટેન્‍ડ વિસ્‍તાર નજીક આવેલ શ્રીનાથજી સોસાયટી તરફ જવાનું નાળું ધીમે ધીમે જર્જરિત થઈ રહ્યું છે. ત્‍યારે જો આ નાળું તૂટે તો આ સોસાયટીમાં જવાનો રસ્‍તો બંધ થવાની પૂરી સંભાવના છે. નાળુ એકબાજુ બેસી ગયું છે ત્‍યાં થાગડ થીગડ કરીને તંત્રે પ્રયાસ કર્યો હોવાની તસવીર પણ સામે આવી છે.

લખતરમાં બસ સ્‍ટેન્‍ડ વિસ્‍તારમાં શ્રીનાથજી સોસાયટીમાં જવા માટે એક નાળું પ્રોટેક્‍શન વોલ વગરનું છે. જેના લીધે નાળાની સાઈડમાં વાહન પડવાના બનાવો પણ બન્‍યા છે. નાળાની સાઈડમાં અને નીચે સળિયા દેખાઈ રહ્યા છે. તો નાળા ઉપર ખાડાઓ પડ્‍યા છે જેને કારણે અકસ્‍માતની સંભાવના રહેલી છે.

નોંધનીય છે કે, આ નાળા ઉપરથી ભારે વાહનો પણ પસાર થાય છે. તો આ રસ્‍તેથી પસાર થતા વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમજ અન્‍ય વાહન ચાલકોને પણ હવે ભય સતાવી રહ્યો છે. ત્‍યારે રહીશોને જણાવ્‍યા અનુસાર, આ વિસ્‍તારમાં જવાનું નાળું મંજૂર થઈ ગયું હોવા છતાં શા માટે બનાવવામાં આવી રહ્યું નથી તે પણ એક સવાલ છે.

અત્રે ઉલ્લેખનીય ગણાશે કે, આ જગ્‍યાથી સોએક મીટર દૂર એક નાળું સ્‍થાનિક પંચાયત દ્વારા જે -તે સમયે બનાવવામાં આવ્‍યું હતું. જે માત્ર છએક મહિનામાં જ તૂટી ગયું હતું. તે તૂટયા બાદ અનેક રજૂઆતો છતાં કોઈ કડક કાર્યવાહી કરાઈ નથી.(

(11:29 AM IST)