<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

સુરેન્‍દ્રનગરમાં પૂલ બનાવ્‍યો પણ રાહદારીઓ, સાઈકલ ચાલકો બ્રોડગેજ ટ્રેક ઓળંગે છે

વઢવાણઃ સુરેન્‍દ્રનગર ગેટ સ્‍ટેશન પાસે ફાટક હતું ત્‍યારે ટ્રાફિક થતો હતો. આ ટ્રાફિક સમસ્‍યા નિવારવા કરોડોના ખર્ચે ત્રિપાંખીઓ બ્રિજ બનાવવામાં આવ્‍યો હતો. પરંતુ પુલ સાંકડો હોવાથી રાહદારીઓ અને સાઈકલ ચાલકો પસાર થતા હેવી વાહનોનો ભોગ બનવાની ભીતિએ બ્રિજ નીચે આવેલી બ્રોડગેજ લાઈન નાછૂટકે ક્રોસ કરવી પડે છે. આ બ્રોડગેજ લાઈન પર અનેક માલવાહક ટ્રેન, પેસેન્‍જર ટ્રેન અવારનવાર પસાર થતી હોવાથી વિદ્યાર્થીઓ, કારખાને જતા આવતા શહેરીજનો વગેરે જીવના જોખમે આ બ્રોડગેજ ટ્રેક ઓળંગે છે. આ ટ્રેક પર કોઈ અકસ્‍માત બને તે પહેલા તંત્ર યોગ્‍ય પગલાં લે તેવી લોકમાંગ ઊઠી છે.

(11:29 AM IST)