News of Tuesday, 15th July 2025
લીંબડી પાવર હાઉસ રોડ પરની સોસાયટીમાં પાણી ભરાયા

વઢવાણઃ લીંબડી પાવર હાઉસ રોડ પર વસેલી જૈન સોસાયટી, સેવા મંડળ કોલોની, વ્હોરા સોસાયટીની પાછળના ભાગે વરસાદી પાણી ભરાતાં રહીશો પરેશાન બની ગયા છે. જ્યાં જુઓ ત્યાં ગંદકી, કાદવ, કીચડની સમસ્યા જોવા મળી રહી છે. ૧ મહિનાથી વરસાદ વરસી રહ્યો છે. નવા મકાનો બનાવતા કોન્ટ્રાક્ટરોએ અમારા વિસ્તારના વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા બંધ કરી દીધી છે. કાદવ, કીચડ ખૂંદીને બાળકોને શાળાએ જવું પડે છે
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
