News of Wednesday, 16th July 2025
આગામી 24 કલાક ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
બનાસકાંઠા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ

અમદાવાદ : આગામી 24 કલાક ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસ રાજ્યના છુટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજના દિવસમાં 29થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ મુજબ આવતીકાલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. પવનની ગતિ પણ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે
(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
