તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Wednesday, 16th July 2025
જામજોધપુર પાસે પવનચક્કીના પાંખિયામાંથી ૧૨૭ બોક્ષ, ૧૫૨૪ બોટલ સાથે સાડાસાત લાખનો દારૂ મળી આવ્યો

જામનગર-જામજોધપુર, તા.૧૬: જામજોધપુર પોસ્ટે વિસ્તારના ધોરીયાનેસ થી લાલવાડાનેસ તરફ જવાના કાચા રસ્તે SPRNG ALT ENERGY LIMITED કંપનીના પોલ નં-૦૫ પાસે પડેલ બિન ઉપયોગી પવનચક્કીના મોટા પાંખયામાંથી ભરતીય બનાવટનો વિદેશી દારૂના કુલ બોક્ષ-૧૨૭, બોટલ નંગ-૧૫૨૪ જેની કિ.રૂ.૭,૬૨,૦૦૦/ નો તેમજ સ્થળ પરથી ટોયોટા કંપનીની ઇનોવા કાર જેના GJ.09.AG.2880 વાળી જેની કી.રૂ.૫,૦૦,૦૦૦/ મળી કુલ મુદામાલ રૂપીયા.૧૨,૬૨,૦૦૦/ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ હતી. જો કે આરોપી નાથાભાઇ લાલાભાઇ મોરી (રબારી) રહે.ધોરીયાનેશ, ફરાર થઈ ગયો છે.
ઉપરોક્ત કાર્યવાહી જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એ.એસ.રબારી તથા પોલીસ હેડ કોન્સ. સુરેશભાઇ આર. પરમાર તથા પો.હેડ.કોન્સ. ધર્મેન્દ્રસિંહ એમ.કંચવા તથા પો.હેડ.કોન્સ. રવિન્દ્રસિંહ આર. જાડેજા તથા પો.કોન્સ. અશોકભાઈ બાબુભાઈ ગાગીયા તથા પો.કોન્સ. દીલીપસિંહ વાઘુભા જાડેજા તથા પો.કોન્સ. સરમણભાઇ સીદીભાઇ ગળચર તથા પો.કોન્સ. કુણાલભાઇ ધનશ્યામભાઇ હાલા તથા પો.કોન્સ. વલ્લભભાઇ માલદેભાઇ ભાટૂ તથા પો.કોન્સ. લાલજીભાઇ મંગાભાઇ ગુજરાતીનાઓ દ્વારા કરેલ છે.
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
