News of Wednesday, 16th July 2025
ભાવનગર નજીક રૂ.૧.૬૦ લાખની રોકડ સાથે જુગાર રમતા પાંચ ઝડપાયા

ભાવનગર, તા.૧૬: ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ત્રાપજ થી અલંગ તરફ જવાના રોડ ઉપર ગાયત્રી એન્ટરઙ્ઘાઈઝની બાજુમા ખુલ્લી જગ્યામાં, લાઇટના અંજવાળે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં જુગાર રમતાં ઇન્દ્રજીતસિંહ ઉર્ફે મુન્નો વિક્રમસિંહ ગોહિલ (ઉ.વ.૩૩ ૧ રહે. મસ્જીદની બાજુમાં,ત્રાપજ), ફીરોજશાહ મહેબુબશાહ ફકીર (ઉ.વ.૪૨ રહે.પ્લોટ ૧ વિસ્તાર, ત્રાપજ), રજાકશાહ સતારશાહ શેખ (ઉ.વ.૩૭ રહે. મેઈન બજાર, ત્રાપજ), ઠાકરશી ઉર્ફે રાજુ સામતભાઈ ચૌહાણ - (ઉ.વ.૪૮ રહે.ભોળાનાથ સોસાયટી, સુભાષનગર, ભાવનગર) અને માહિરભાઈ - અબ્દુલકાદર મોરખ (ઉ.વ.૨૫ રહે.બોરડી ફળીયું, સૈયદ શેરી, નવા ઝાંપા, મહુવા)ઝડપાઈ ગયા હતાં. પોલીસે પટમાંથી રોકડા રૂ. ૧,૦૯,૪૦૦/-, સ્કુટર નંગ-૩ કિ.રૂ.૧,૧૫,૦૦૦/-, મોબાઈલ ફોન-૦૪ કિ.રૂ.૪૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૨,૬૬,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અશોકભાઈ ડાભી, રાજેન્દ્રસિંહ સરવૈયા, વિરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ, અરવિંદભાઈ બારૈયા, તરૂણભાઇ નાંદવા, પ્રવિણભાઈ ગળસર આ કામગીરીમાં જોડાયા હતાં.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
