<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

જામનગર સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયાસોથી ગણતરીની કલાકોમાં વૃદ્ધ મહિલાનું તેના પરિવાર સાથે મિલન થયું

સખી વન સ્ટોપ સેન્ટર જામનગર દ્વારા પીડિત મહિલાને આશ્રય, કાઉન્સેલિંગ તેમજ તબીબી સહાય આપી તેમના પરિવારને સોંપતા પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૬  :  જામનગર સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય લીધેલ વૃદ્ધ મહિલાનું સેન્ટર પરના કર્મચારી દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વૃદ્ધાએ પોતાના પરિવાર વિશે તેમજ સરનામુ જણાવ્યું હતું. તેના આધારે સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે તે ગામના સરપંચ સાથે સંપર્ક કર્યો હતો. અને આશ્રય લીધેલ વૃદ્ધ મહિલાના પરિવારની સંપૂર્ણ વિગતો મળતા ચકાસણી કરી,  વૃદ્ધાનું તેના પરિવાર સાથે પુનઃ સ્થાપન કરાવ્યુ હતું.

સખી વન સ્ટોપ સેન્ટર જામનગર દ્વારા પીડિત મહિલાને આશ્રય, કાઉન્સેલિંગ તેમજ તબીબી સહાય આપી તેમના પરિવારને સોંપતા પરિવારજનોએ જામનગર સખી વન સ્ટોપ સેન્ટર તથા મદદરૂપ થયેલ ખંભાળિયા ૧૮૧ ની ટીમ, PBSC ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. 

(3:42 PM IST)