<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

સાસણ ગીરમાં માલણકાના વિશાલ ધ ગ્રીન વુડ રિસોર્ટમાં ઘરસભા

જુનાગઢ : સાસણ ગીર રોડ માલણકા ગીર મધુવંતી ડેમ નજીક આવેલ ગુજરાતનો સૌથી મોટો 77 વિઘામાં આવેલ વિશાલ ધ ગ્રીન વુડ રિસોર્ટ ખાતે રિસોર્ટના માલીક પરમ ભકત નિખિલભાઇ બળવંતભાઇ ધામી દ્વારા તા.1ર થી 16 જુલાઇ રાત્રે 9 કલાકે પુ.સ.ગુ. સ્‍વામીશ્રી નિત્‍ય સ્‍વરૂપદાસજીના વકતા પદે 19ર0 મી ઘરસભા યોજાઇ હતી. જેમાં દરરોજ 100 થી વધુ સંતો અને હરિભકતોએ આ ઘરસભા સત્‍સંગનો લાભ લીધો હતો. આ ઘરસભામાં પુ.નિત્‍યસ્‍વરૂપ સ્‍વામી, દેવનંદન સ્‍વામી, જુનાગઢ રાધારમણ દેવ વહીવટી સમીતીના ચેરમેન પી.પી.સ્‍વામી વાઇસ ચેરમેન બળવંતભાઇ ધામી, ટ્રસ્‍ટી નટુભાઇ બોરીસાગર વિવેકભાઇ ગોહેલ, મુખ્‍ય કોઠારી ધર્મકિશોરદાસજી પ્રફુલભાઇ કાપડીયા રમેશભાઇ ત્રિવેદી સહીતનાએ હાર પહેરાવી સન્‍માન કર્યુ હતું. બાદમાં પુ. નિત્‍યસ્‍વરૂપસ્‍વામીએ ટ્રસ્‍ટી સહિતનાનું ઉપવષા ઓઢાડી સન્‍માન કર્યુ હતું. અને રિસોર્ટના માલીક બળવંતભાઇ ધામી તથા નિખીલભાઇ ધામી જુનાગઢ મંદીરના સંતોએ સન્‍માન કરી આશીર્વાદ આપ્‍યા હતા. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ) (

(11:28 AM IST)