<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

પોરબંદર મ્‍યુનિસિપલ કમિશ્‍નર એચ. જે. પ્રજાપતિ વહેલી સવારે રસ્‍તા મરામતની કામગીરીનું નિરીક્ષણ કરવા દોડી ગયા

ચોમાસામાં ધોવાય ગયેલ રસ્‍તાઓની યુધ્‍ધના ધોરણે રીપેરીંગ કામગીરીઃ વહેલી તકે કામો પુરા કરવા સૂચના આપી

પોરબંદરઃતા. ૧૭, મનપાના કમિશ્‍નર શ્રી એચ.જે. પ્રજાપતિ એ વહેલી સવારે રસ્‍તાના કામનું સ્‍થળ નિરીક્ષણ કર્યું હતું મહાનગરપાલિકાના કમિશ્‍નરે સતત બીજા દિવસે પણ ખાપટ વિસ્‍તારમાં ટેકનિકલ સ્‍ટાફ અને સંસાધનો સાથે પહોંચી સત્‍વરે કામ પૂર્ણ કરવા સૂચના આપી  હતી.

 મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે આ તમામ ક્ષતિગ્રસ્‍ત રસ્‍તાઓ ઝડપથી પૂર્વવત થાય એ માટે માર્ગ અને મકાન વિભાગને ચોકકસ દિશાનિર્દેશો આપીને સત્‍વરે કામો પૂર્ણ કરવા કડક સૂચના આપી છે. જે અનુસંધાને હાલમાં આ કામો રાજ્‍યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે. સતત બીજા દિવસે પણ પોરબંદર શહેર વિસ્‍તાર ખાપટમાં ઉચ્‍ચ અધિકારીઓએ સ્‍થળ મુલાકાત લઈ નિરીક્ષણ કરીને સંબંધિતોને કામો સત્‍વરે પૂરુ કરવા સૂચના આપી હતી. શહેરમાં તાજેતરમાં પડેલ વરસાદના કારણે રસ્‍તાઓ ક્ષતિ ગ્રસ્‍ત બન્‍યા હતા. મહાનગર પાલિકાના કમિશ્‍નર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શનમાં બિસ્‍માર રસ્‍તાઓના સમારકામની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. નરસંગ ટેકરી પાસે રાજીવનગર વિસ્‍તારમાં થઇ રહેલ રસ્‍તાના કામનું સ્‍થળ નિરીક્ષણ મહાનગર પાલિકાના કમિશનર   એચ. જે. પ્રજાપતિએ કર્યું હતું. અને ે ખાપટ વિસ્‍તારમાં મહાનગરપાલિકાના કમિશનર એચ. જે. પ્રજાપતિ વહેલી સવારે ટેકનિકલ સ્‍ટાફ અને સંસાધનો સાથે પહોંચી ગયા હતા, ખાપડ વિસ્‍તારમાં કાદવ કિચડના પ્રશ્‍નોના કારણે લોકોને મુશ્‍કેલી ન વેઠવી પડે તે માટે જેસીબી મશીન, રોલર સહિતના સંસાધનોથી મટીરીયલ નાખી રસ્‍તાનું લેવલિંગ કરાવ્‍યું હતું

(11:35 AM IST)